Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાપર-રાવકીમાંથી ગાંજાના જથ્થા સાથે યુવતી સહિત ત્રણ ઝડપાયા:બહેન-બનેવીએ પુત્ર આપી દેવાનું દબાણ કરતા પરિણીતાનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ

    13 hours ago

    રાજકોટ શહેર SOG પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, જ્યોતીબેન ગૌસ્વામીએ પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનો જથ્થો વેચાણ અર્થે રાખ્યો છે. જે હકીકત આધારે દરોડો કરતા ભાડાના રહેણાંક મકાનમાંથી 1.98 લાખ કિંમતનો 3 કિલો 972 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેથી પોલીસે જ્યોતિબેન વસંતભાઈ પાંડુભાઈ ગૌસ્વામી (ઉં.વ.28) અને મહેન્દ્ર ભોલાભાઇ બારૈયા (ઉં.વ.27)ને ઝડપી લઇ તેની પાસેથી બે મોબાઇલ મળી કુલ રૂ.2,33,600નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મહિલા ડ્રગ પેડલર જયોતી અને મહેન્દ્ર બંને સુરતમાં રેલવે પાટા પાસેના વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો લાવ્યા હોવાનું અને જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા બુધીયો નામના શખસને ગાંજાનો જથ્થો પહોંચડવાનો હોવાનું સામે આવ્યું છે. બીજા દરોડામાં 906 ગ્રામ ગાંજો ઝડપાયો બીજા દરોડામાં SOG ટીમે રાવકી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલ સરદાર ચોકથી સાહિલ પ્લાયવુડ કારખાના તરફ જાહેર રસ્તા પરથી શાહરુખખાન મીઠ્ઠનખાન (ઉં.વ.24)ને શંકાસ્પદ હાલતમાં ઝડપી તેની ઝડપી લેતા તેની પાસેથી રૂપિયા 44,300ની કિંમતનો 906 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાનો જથ્થો અને મોબાઈલ ફોન સહિત રૂપિયા 49,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આ શખસની પૂછપરછ કરતા તેને ગાંજાનો જથ્થો મૂળ યુપીના વતની અને હાલ શાપરમાં રહેતા બસીમખાન નામના શખસે અહીં ઔદ્યોગિક વિસ્તારમાં શ્રમિકોને છૂટકમાં વેચાણ કરવા માટે આપ્યો હોવાની કબૂલાત આપી હતી. પોલીસે બસીમખાનને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. બહેન-બનેવીએ પુત્ર આપવા દબાણ કરતા મહિલાએ ફિનાઇલ ગટગટાવ્યું મૂળ ગોંડલના અને હાલ રિસામણે રાજકોટમાં કરણસિંહજી હાઇસ્‍કુલ પાસે રહેતા શિતલબેન સંજયભાઈ મકવાણા (ઉં.વ.28)એ આજે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે સિવિલ હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા છે. બનાવ અંગે જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે તપાસ કરતા આપઘાતનો પ્રયાસ કરનાર શિતલબેનને તેનો પતિ સંજય દારૂ પી ત્રાસ આપતો હોવાથી હાલ રિસામણે આવ્યા હોવાનું જણાવ્‍યું હતું. તેમજ તેમને સંતાનમાં એક દીકરી અને એક દીકરો હોવાનું સામે આવ્યું હતું. શિતલબેને તેમના બહેન રૂપા અને બનેવી રવિ ત્રાસ આપી તેમનો દીકરો આપી દેવા દબાણ કરતા હોવાનું જણાવ્યું હતું, જેનાથી કંટાળી પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવતા પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. મહિલા પુત્રને મળવા ઘરેથી નીકળી, સ્ટેશન પર પતિને જોઇ જતાં દવા પી ગઈ મૂળ મધ્‍ય પ્રદેશનાં આરતીબેન નીરજભાઇ જયસ્‍વાલ (ઉં.વ. 35) હાલ રાજકોટની પીઠવા કંપનીમાં રહે છે. તેઓ છેલ્લા એક મહિનાથી રાજકોટ રહે છે અને તેમના પતિ નિરજભાઇ કંપનીમાં જ કામ કરે છે. આરતીબેનને સંતાનમાં 4 વર્ષનો પુત્ર છે જે હાલમાં મધ્‍ય પ્રદેશમાં આવેલ તેમના ગામે રહે છે. પુત્રની યાદ આવતા આરતીબેન ઘરેથી કોઇને કહ્યા વગર પુત્રને મળવા જઇ રહ્યા હતા. દરમિયાન નીરજભાઇ પણ તેની પત્‍નીની શોધખોળ કરી રહ્યા હતાં. દરમિયાન આરતીબેન રેલવે સ્‍ટેશનની સામે પતિ નિરજભાઈને આવતાં જોઇ જતાં ઝેરી પાવડર પી લીધો હતો, જેથી તેમને સારવાર અર્થે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે. ભગવતીપરામાં મહિલાને પિતરાઇ ભાઈ-બહેને ગેસની નળી મારી રાજકોટના ભગવતીપરામાં ગાંધી સ્‍મૃતિ સોસાયટીમાં રહેતા એકતાબેન રમેશભાઇ આકલવ્‍યા (ઉં.વ.36) ભગવતીપરાના પુલ પાસે શાકમાર્કેટમાં હતાં, ત્‍યારે પિતરાઇભાઈ જીલ અને બહેન મિતલે ગેસની નળી મારતા ઇજા પહોંચી હતી, જેથી ઇજાગ્રસ્‍ત એકતાબેને પોલીસ સમક્ષ જણાવ્‍યુ હતુ કે, પોતે અપરિણીત છે અને તેના દાદા સાથે રહે છે. તેણે દાદાનું ઘર ગિરવે મૂકયું હતું, જેની જાણ કાકા યોગેશને થતા એ વાતનો ખાર રાખીને તેઓ અભદ્ર મેસેજ કરીને હેરાન કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. આજે પોતે બેંકમાં કામ અર્થે ગયા હતા, ત્‍યાં પણ કાકા યોગેશ બાઇકને ઠોકર મારતા પોતે તેમની ઓફિસે વાત કરવા પહોંચી ગયા હતા, જ્યાં કાકાના દીકરા જીલ અને દીકરી મિતલે ગેસની નળી મારી ઇજા પહોંચાડી હતી. બનાવને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    લાલ દરવાજા વિસ્તારમાં બેફામ કારચાલકે 3થી 4 વાહનને ટક્કર મારી:એલિસબ્રિજ તરફ ભાગવા જતાં સ્થાનિકોએ ઝડપી પાડ્યો; કેટલાક લોકોને ઈજા
    Next Article
    'અસારવાને બીજું પીરાણા બનતું અટકાવો, રેલ્વે-સ્ટેશન તરફનો રસ્તો ખુલ્લો કરો':મુખ્ય રોડ પર ડમ્પિંગ સ્ટેશન બનાવાતા રસ્તો બંધ થયો, અસારવા યુથ સર્કલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment