Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઘઈના જામલાપાડામાં કાજુ પ્રોસેસિંગથી સ્થાનિકોને મળી રોજગારી:અંબિકા બાગાયત મંડળી દ્વારા મહિલાઓને ઘર આંગણે રોજગારી

    11 hours ago

    ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના જામલાપાડા ગામે અંબિકા બાગાયત ફળ-ફૂલ શાકભાજી ઉત્પાદક સહકારી મંડળી દ્વારા સફળતાપૂર્વક કાજુ પ્રોસેસિંગ પ્લાન્ટ કાર્યરત છે. આનાથી સ્થાનિક લોકોને ઘરઆંગણે રોજગારી મળી રહી છે અને ખેડૂતોને તેમની ઉપજ માટે યોગ્ય બજાર પણ પ્રાપ્ત થયું છે. જિલ્લામાં કાજુ ઉત્પાદન અને તેના વેલ્યુ એડિશનમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી રહી છે. વર્ષ 2000માં સ્થપાયેલી આ મંડળી કાજુ ઉત્પાદનથી લઈને તેની સંપૂર્ણ પ્રોસેસિંગ પ્રક્રિયા સુધીનું કાર્ય કરે છે. મંડળી સ્થાનિક ખેડૂતો પાસેથી કાચા કાજુ ખરીદીને તેનું પ્રોસેસિંગ, ગ્રેડિંગ, સોર્ટિંગ અને પેકિંગ કરે છે. ત્યારબાદ આ પ્રોસેસ કરેલા કાજુનું વેચાણ સ્થાનિક સ્તરે તેમજ વઘઈ-સાપુતારા વિસ્તારમાં આવતા પ્રવાસીઓને કરવામાં આવે છે. આ કામગીરીથી કાજુનું વેલ્યુ એડિશન થાય છે અને ખેડૂતોને બજાર સક્ષમ ભાવ મળે છે. મંડળીના સેક્રેટરી ચિંતુભાઈ ગાવિતે જણાવ્યું કે, શરૂઆતમાં બાયફ સંસ્થા દ્વારા 18 ગ્રામ્ય વિસ્તારોમાં 'વાડી પ્રોજેક્ટ' શરૂ કરાયો હતો. આ પ્રોજેક્ટ હેઠળ દરેક ગામમાં એક એકર જમીનમાં આશરે 40 કાજુના છોડ રોપવામાં આવ્યા હતા. ઉપજને બજાર મળે તે હેતુથી અંબિકા બાગાયત ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના કરવામાં આવી અને કાજુ વેચાણ સાથે પ્રોસેસિંગ યુનિટ પણ શરૂ કરાયું. આ પ્રોસેસિંગ પ્લાન્ટમાં ખાસ કરીને સ્થાનિક મહિલાઓને રોજગારી મળે છે. વર્ષમાં લગભગ 8 થી 9 મહિના સુધી કાજુ પ્રોસેસિંગની કામગીરી ચાલતી હોવાથી ગામની મહિલાઓને રોજીરોટી માટે બહારગામ જવું પડતું નથી. તેઓ ઘરકામ સાથે મંડળીમાં કામ કરીને આવક મેળવી રહી છે. મંડળીને બાગાયત વિભાગ તરફથી ગ્રેડિંગ અને સોર્ટિંગ સાધનો માટે 90 ટકા અને પ્રોસેસિંગ સાધનો માટે 75 ટકા સુધીની સબસીડી પણ મળી છે. મંડળીમાં છેલ્લા 20 વર્ષથી કાર્યરત ઉર્મિલાબેન સતિષભાઈ રાઠોડે જણાવ્યું કે સ્થાનિક સ્તરે રોજગારી મળવાથી મહિલાઓને મોટી રાહત મળી છે. બેબીબેન ઠાકરે ઉમેર્યું કે ગામમાં જ રોજગારી મળતા પરિવારની આવકમાં વધારો થયો છે. જામલાપાડામાં શરૂ થયેલું આ કાજુ વેલ્યુ એડિશન મોડેલ હવે ડાંગ જિલ્લાના ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યું છે. આગામી સમયમાં સુરત ખાતે યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સથી આવા સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક બજારમાં પહોંચવાની નવી તકો પણ પ્રાપ્ત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    AC કેબિન છોડો અને ફિલ્ડમાં ઉતરો:મિલિંદ તોરવણે:સુરત મનપાનો ચાર્જ સંભાળતા જ વહીવટદાર એક્શન મોડમાં, અધિકારીઓમાં ફફડાટ
    Next Article
    દેશી તમંચા સાથે એક શખસ ઝડપાયો:સુરેન્દ્રનગર LCBએ માલવણ ટોલ પ્લાઝા નજીકથી ધરપકડ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment