Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘મારી બહેનને મેસેજ કેમ કરે છે?’, ચાર શખસે બેંકકર્મીને ફટકાર્યો:પહેલાં દિવસે ઘરે જઈ બુલેટમાં તોડફોડ કરી, બીજા દિવસે ફરી બોલાવી માર માર્યો

    10 hours ago

    શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં બેંકમાં નોકરી કરતા રિલેશનશીપ મેનેજર પર ચાર શખસે મળીને હુમલો કર્યાની ઘટના સામે આવી છે. બહેનને મેસેજ કરવાના આરોપને લઈને પહેલા બે શખસે ફરિયાદીની બુલેટ બાઈકમાં તોડફોડ કરી હતી. ત્યારબાદ બીજા દિવસે મળવા બોલાવીને લાકડી વડે માર મારતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. આ મામલે બેંકકર્મી ચાર શખસો સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઘરે જઈ બુલેટમાં તોડફોડ કરી ઠક્કરનગર વિસ્તારમાં રહેતા જીતેન સોલંકી એક બેંકમાં રિલેશનશીપ મેનેજર તરીકે નોકરી કરે છે. ગત 11 માર્ચે જીતેન દિલ્હીથી ઘરે પરત ફર્યો હતો, તે સમયે મચ્છુ ચારણ અને ક્રિષ્ના ચારણ ફરિયાદીના ઘરે આવ્યા હતા. જીતેનના પિતાને કહ્યું હતું કે, તમારો પુત્ર મારી બહેનને મેસેજ કેમ કરે છે? તેને બહાર કાઢો. ત્યારબાદ બંને શખસે જીતેનની બુલેટ બાઈકમાં તોડફોડ કરી હતી અને ત્યાંથી ભાગી ગયા હતા. બીજા દિવસે મળવા બોલાવી હુમલો કર્યો તેમજ બીજા દિવસે જીતેન ઘરે હતો, ત્યારે મચ્છુ ચારણે તેને ફોન કરીને મળવા બોલાવ્યો હતો. જીતેનને મહાદેવના મંદિર પાસે બોલાવવામાં આવ્યો હતો. જીતેન ત્યાં પહોંચ્યો ત્યારે મચ્છુ ચારણ, ક્રિષ્ના ચારણ અને અન્ય બે શખ્સો હાજર હતા. આરોપીઓએ જીતેનને ફરીથી બહેનને મેસેજ કેમ કરે છે? તેવો સવાલ કર્યો હતો. જો કે, તે બાદ જીતેને કહ્યું હતું કે, હું કોઈ મેસેજ કરતો નથી અને તેમની બહેન જ સામેથી મેસેજ કરે છે. આ વાત સાંભળતા જ ચારેય શખસે મળીને જીતેન પર હુમલો કર્યો હતો અને લાકડીથી માર માર્યો હતો. આસપાસના લોકો આવી જતાં આરોપીઓ ધમકી આપી ફરાર જો કે, તે બાદ જીતેને બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. તેમજ આરોપીઓએ ફરિયાદીને પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આસપાસના લોકો દોડી આવતા આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. તેમજ ફરિયાદી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સ્થાનિકોએ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. તે બાદ ફરિયાદીએ ચાર શખસ સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પુરવઠા વિભાગે ઓપેરા ગેસ ગોડાઉનની તપાસ કરી:સ્ટોક, વજન ચકાસી સમયસર વિતરણ સુનિશ્ચિત કરવા સૂચના આપી
    Next Article
    ઉત્તમ ડેરીમાં દૂધ ભરાવાનો વિવાદ, પશુપાલકોની ટ્રેક્ટર રેલી:પોલીસ સાથે ઘર્ષણ થતાં 140ની અટકાયત, દહેગામથી સચિવાલય તરફ આવતા રસ્તાઓ પર નાકાબંધી કરી'તી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment