Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના ગોલાપુરમાં રાસાયણિક ખાતર વગર બટાકાનું મબલખ ઉત્પાદન:ખેડૂતોએ ગાય આધારિત ઓર્ગેનિક ખેતીથી કેન્સર મુક્ત પાક મેળવ્યો

    13 hours ago

    પાટણ જિલ્લાના ખેડૂતોએ બટાકાની ખેતીમાં નવો રાહ ચીંધ્યો છે. પાટણ તાલુકાના ગોલાપુર ગામના ખેડૂતોએ કોઈપણ રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વિના સંપૂર્ણ ગાય આધારિત ઓર્ગેનિક પદ્ધતિથી બટાકાનું સફળ ઉત્પાદન મેળવ્યું છે. આ પ્રયોગ બનાસકાંઠાના ડીસા અને સાબરકાંઠા જેવા બટાકા ઉત્પાદક વિસ્તારોને પણ ટક્કર આપે તેવો છે. ગોલાપુરના ખેડૂત ઉમેદસિંહ દરબાર અને સરપંચ દિલીપસિંહ મારુએ ચાલુ વર્ષે પ્રાયોગિક ધોરણે પ્રથમ વખત બટાકાનું વાવેતર કર્યું હતું. સામાન્ય રીતે બટાકાની ખેતીમાં યુરિયા, ડીએપી અને સલ્ફેટ જેવા ખાતરોનો વ્યાપક ઉપયોગ થાય છે, પરંતુ આ ખેડૂતોએ માત્ર 25 થી 30 ટ્રોલા દેશી છાણિયું ખાતર વાપરીને ખેતી કરી છે. રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરવા છતાં બટાકાનું કદ અને ગુણવત્તા ઉત્તમ જોવા મળી છે. ખેડૂતોના મતે, ડીસા અને સાબરકાંઠાના વિસ્તારોમાં બટાકાને વહેલા કાઢવા માટે કેમિકલનો ઉપયોગ થાય છે અને માત્ર 70 દિવસમાં પાક લેવાય છે. જ્યારે ગોલાપુરમાં 120 દિવસનો સંપૂર્ણ સમય આપી કુદરતી રીતે પાક તૈયાર કરવામાં આવ્યો છે. ઉત્પાદનની દ્રષ્ટિએ, ઓર્ગેનિક ખેતીમાં પ્રતિ વીઘા અંદાજે 70 થી 100 કટ્ટા જેટલા બટાકા થવાની ધારણા છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને દવાઓના અતિશય વપરાશને કારણે જમીન બગડવાની સાથે કેન્સર જેવા ગંભીર રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. બટાકા, શાકભાજી અને ફળો સજીવ હોવાથી જો તેમાં ઝેર રૂપી કેમિકલ નાખવામાં આવે તો તે માનવ શરીર માટે નુકસાનકારક સાબિત થાય છે. આથી જમીનને કેમિકલ મુક્ત કરવા અને સમાજને કેન્સર જેવા રોગોથી બચાવવા માટે ગૌશાળાના છાણ અને ગાય આધારિત ખેતી પર ભાર મૂકવામાં આવ્યો છે. ખેતીના આ સફળ પ્રયોગ અંગે ઉમેદસિંહ દરબારે જણાવ્યું હતું કે, કેમિકલયુક્ત ખેતીને કારણે વધતા કેન્સરના કેસો ચિંતાનો વિષય છે. દવાઓ પર ઝેર લખેલું હોવા છતાં લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે, જે ધરતી માતા અને સ્વાસ્થ્ય બંને માટે જોખમી છે. પ્રથમ પ્રયાસે જ થયેલું મબલખ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન જોઈ અન્ય ખેડૂતો પણ હવે ઝેરમુક્ત ખેતી તરફ વળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં ગેસ, તેલના ભાવવધારા સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ:કાર્યકરો અને આગેવાનોએ રસ્તા પર ઉતરીને કેન્દ્રની ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા
    Next Article
    સસ્તામાં ટૂરના બહાને 44 પ્રવાસી સાથે લાખોની છેતરપિંડી:બનારસ, દાર્જિલિંગ અને અયોધ્યાની ટૂર અધવચ્ચે જ લટકાવી દેનાર ઠગ યુવરાજ જરીવાલા ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment