Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં ગેસ, તેલના ભાવવધારા સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ:કાર્યકરો અને આગેવાનોએ રસ્તા પર ઉતરીને કેન્દ્રની ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા

    12 hours ago

    આજે નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા દેશમાં સતત વધી રહેલી મોંઘવારી, બેરોજગારી અને રાંધણ ગેસની અછત મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ રસ્તા પર ઉતરીને કેન્દ્રની ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, વર્તમાન સરકારની નીતિઓને કારણે સામાન્ય જનતાનું બજેટ ખોરવાઈ ગયું છે. તેમણે વડાપ્રધાન મોદીને આઝાદી પછીના સૌથી નબળા વડાપ્રધાન ગણાવ્યા હતા અને પરિવર્તનનો હુંકાર કર્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે, હાલમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળતા બંધ થઈ ગયા છે. આના કારણે હોટલો અને ધાબા જેવા નાના-મોટા વ્યવસાયો બંધ થવાના આરે છે, જેના પરિણામે કરોડો લોકો બેરોજગાર બન્યા છે. આગામી સમયમાં ઘરેલુ ગેસ માટે પણ લોકોને લાંબી કતારોમાં ઊભા રહેવું પડશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. કોંગ્રેસના અગ્રણીઓએ ભૂતકાળના વડાપ્રધાનોની કામગીરીને યાદ કરતા જણાવ્યું હતું કે, જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધીના શાસનમાં સિક્કિમનું જોડાણ, બાંગ્લાદેશની રચના અને બેંકોનું રાષ્ટ્રીયકરણ જેવા મજબૂત નિર્ણયો લેવાયા હતા. તેની સરખામણીમાં, ભાજપના શાસનને આઝાદી પછીનું સૌથી નબળું શાસન ગણાવતા આક્ષેપ કર્યો કે, આજે તેલ ખરીદવા માટે પણ અન્ય દેશોની મંજૂરી લેવી પડે તેવી સ્થિતિ છે. કોંગ્રેસે દાવો કર્યો હતો કે, મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર હવે ચરમસીમાએ છે અને પરિવર્તનનો સમય પાકી ગયો છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે જનતા આગામી સમયમાં ભાજપને સત્તા પરથી દૂર કરી ફરી કોંગ્રેસનું શાસન લાવશે, જેથી ગેસ અને તેલના ભાવ સામાન્ય માણસની પહોંચમાં આવી શકે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, "એક તરફ વડાપ્રધાન મોદી કહે છે કે ગેસની કોઈ અછત નથી, તો બીજી તરફ મહિલાઓએ ગેસ માટે લાઈનોમાં ઊભા રહેવું પડે છે. જો અછત નથી તો જનતા આટલી હેરાન શા માટે થઈ રહી છે? મહિલાઓનું ઘરનું બજેટ સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગયું છે. અમારી માંગ છે કે પ્રધાનમંત્રી તાત્કાલિક ગેસની આ અછત દૂર કરે."
    Click here to Read More
    Previous Article
    બોટાદ APMC ખાતે PM કિસાન ઉત્સવ દિવસ ઉજવાયો:તાલુકા મિલેટ મેળો અને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ પણ યોજાયો
    Next Article
    પાટણના ગોલાપુરમાં રાસાયણિક ખાતર વગર બટાકાનું મબલખ ઉત્પાદન:ખેડૂતોએ ગાય આધારિત ઓર્ગેનિક ખેતીથી કેન્સર મુક્ત પાક મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment