Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખારેશ્વર મહાદેવ મંદિર પાસે જૂની અદાવતમાં બે ભાઈઓ પર હુમલો:આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાવ્યાનો ખાર રાખીને લાકડા-ધોકાથી હુમલો કર્યો, પરિવારજનોએ વચ્ચે આવી બંનેને છોડાવ્યા

    11 hours ago

    ભાવનગર શહેરના કરચલિયા પરા વિસ્તારમાં બે દિવસ પૂર્વે જૂની અદાવતના કારણે ખારેશ્વર મહાદેવ મંદિર પાસે બે ભાઈઓ પર છરી અને લાકડાના ધોકાથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં એક ભાઈને માથામાં હેમરેજ તેમજ હાથ-પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવ અંગે ગંગાજળિયા પોલીસે ચાર શખ્સોને ઝડપી લઈ આગળની તપાસ શરૂ કરી છે. થોડા દિવસ પૂર્વે તેમના વિરુદ્ધ કરેલી ફરીયાદને લઈને ઝઘડો કર્યો ગંગાજળિયા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના કરચલિયા પરા શિવનગરમાં ભાંગના કારખાના પાસે રહેતા શાંતિભાઈ ઉર્ફે સાજન ધીરુભાઈ પરમાર (ઉ.વ. 27) એ બે દિવસ પૂર્વે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ તથા તેમનો ભાઈ જીતેશ બપોરના સમયે સ્કૂટર પર વૈશાલી સિનેમાથી ઘરે જવા નીકળ્યા હતા. તે વેળાએ ઘરની નજીક ખારેશ્વર મહાદેવ મંદિર પાસે પહોંચતા ત્યાં બેઠેલા આકાશ ઉર્ફે બકો રમેશભાઈ રાઠોડ, જીતેશ ઉર્ફે કાળીયો લાખાભાઈ મકવાણા, સમીર ઉર્ફે સંતોષ રાજુભાઈ વાઘેલા અને આનંદ તનસુખભાઈ રાઠોડે સ્કૂટર આડે ઉભા રહી બંને ભાઈઓને અટકાવ્યા હતા, અને જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં આકાશ ઉફે બકો તથા જીતેશ ઉર્ફે કાળીયાએ અપશબ્દો બોલી ને થોડા દિવસ પૂર્વે તેમના વિરુદ્ધ કરેલી ફરીયાદને લઈને ઝઘડો કર્યો હતો, તે અમારા વિરુદ્ધ શું કામ ફરિયાદ કરી તેવું કહી તમામ શખસોએ ઉશ્કેરાઈ જઈ બંને ભાઈઓ પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી, જેમાં શાંતિભાઈને કાન પર છરીનો ઘા લાગ્યો હતો અને બીજો ઘા ડાબા હાથ પાસે વાગ્યો હતો. બંને ભાઈઓએ દેકારો કરતા પરિવારજનોએ દોડી આવી બચાવ્યા આ દરમિયાન શાંતિભાઈનો ભાઈ જીતેશ વચ્ચે પડતા અન્ય શખ્સોએ લાકડાના ધોકા વડે તેના પર પણ હુમલો કર્યો હતો. જીતેશ ઉર્ફે કાળીયાએ માથા અને કાનના ભાગે ધોકાના ઘા મારતા શાંતિભાઈ પડી ગયા હતા, જ્યારે સમીર ઉર્ફે સંતોષ તેમજ આનંદ નામના ઈસમોએ પગના ભાગે તેમજ હાથ પર ધોકાના ઘા માર્યા હતા. સાથે જ હુમલાખોરોએ તેમના ભાઈ જીતેશને પણ આડેધડ માર માર્યો હતો. બંને ભાઈઓએ દેકારો કરતા પરિવારજનોએ દોડી આવી તેમને વધુ મારથી બચાવ્યા હતા, જેથી હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર માટે સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં શાંતિભાઈને માથામાં હેમરેજ તેમજ હાથ-પગમાં ફ્રેક્ચર હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે જીતેશને પણ ઈજા થતા ઓપીડી સારવાર આપવામાં આવી હતી. જે બાબતે ફરિયાદ થતા તેના આધારે ગંગાજળિયા પોલીસે બે દિવસ પૂર્વે આકાશ ઉર્ફે બકો, જીતેશ ઉર્ફે કાળીયો, સમીર ઉર્ફે સંતોષ અને આનંદ સામે BNS કલમ 109(1), 115(2), 117(2), 118(2), 352, 54 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધાયો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી જે બનાવના પગલે ગંગાજળિયા પોલીસે બન્ને ભાઈઓ પર હુમલો કરનાર તમામ શખસો આકાશ ઉર્ફે બકો રમેશભાઈ રાઠોડ, જીતેશ ઉર્ફે કાળીયો લાખાભાઈ મકવાણા, સમીર ઉર્ફે સંતોષ રાજુભાઇ વાઘેલા, આનંદ તનસુખભાઈ રાઠોડ તમામ ભાવનગર રહેવાસીઓને ગણતરીના દિવસમાં ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
    Click here to Read More
    Previous Article
    PAK ક્રિકેટરને ખરીદવા પર કાવ્યા મારન જબરી ટ્રોલ થઈ:અબરાર અહેમદની ધ હન્ડ્રેડ્સમાં તેની ટીમે અંદાજે 2.34 કરોડમાં ખરીદ્યો; BCCIએ પણ ખુલાસો કરવો પડ્યો
    Next Article
    ગુજરાત યુનિ.માં ભરતી પરીક્ષાના એક દિવસ પહેલા NSUIનું વિરોધ પ્રદર્શન:'કુલપતિ રાજીનામું આપો, ભરતી રદ કરો'ના નારા લાગ્યા, પોલીસ દ્વારા કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment