Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PAK ક્રિકેટરને ખરીદવા પર કાવ્યા મારન જબરી ટ્રોલ થઈ:અબરાર અહેમદની ધ હન્ડ્રેડ્સમાં તેની ટીમે અંદાજે 2.34 કરોડમાં ખરીદ્યો; BCCIએ પણ ખુલાસો કરવો પડ્યો

    9 hours ago

    લંડનમાં ધ હન્ડ્રેડ (The Hundred 2026) ઓક્શનમાં સનરાઇઝર્સ લીડ્સે પાકિસ્તાની સ્પિનર અબરાર અહેમદને 1.90 લાખ પાઉન્ડ (અંદાજે 2.34 કરોડ રૂપિયા)માં ખરીદ્યો છે. ત્યારે ઈન્ડિયન ફેન્સે આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતા કાવ્યા મારનને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી. વિવાદ વધતા BCCIનું નિવેદન પણ આવી ગયું છે. લંડનમાં ધ હન્ડ્રેડની પહેલી મેન્સ પ્લેયર્સના ઓક્શન બાદ મોટો વિવાદ ઊભો થયો છે. પાકિસ્તાની સ્પિનર અબરાર અહેમદને કાવ્યા મારનની માલિકીની ફ્રેન્ચાઈઝી સનરાઇઝર્સ લીડ્સે ખરીદી લીધો, જેના પછી સોશિયલ મીડિયા પર ભારતીય ફેન્સનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. આ ફ્રેન્ચાઈઝીની કમાન બિઝનેસમેન કલાનિધિ મારનના સન ગ્રુપ પાસે છે અને ટીમની CEO તેમની પુત્રી કાવ્યા મારન છે. IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદની CEO પણ કાવ્યા જ છે. પાકિસ્તાની ખેલાડીને ખરીદવાના નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર કાવ્યા મારનને નિશાના પર લેવામાં આવી અને સોશિયલ મીડિયા પર તેમની જોરદાર આલોચના થઈ. 2.34 કરોડમાં ટીમમાં સામેલ થયેલા અબરાર પાકિસ્તાનના લેગ સ્પિનર અબરાર અહેમદની બેઝ પ્રાઇસ આશરે 92.5 લાખ રૂપિયા હતી, પરંતુ ઓક્શનમાં તેને ખરીદવા માટે સનરાઇઝર્સ લીડ્સ અને ટ્રેન્ટ રોકેટ્સ વચ્ચે લાંબી બોલી લાગી. છેવટે સનરાઇઝર્સે £190,000 (લગભગ 2.34 કરોડ રૂપિયા)માં તેને પોતાની ટીમમાં સામેલ કર્યો. અબરાર અહેમદ આ રીતે કોઈ ભારતીય માલિકીની ટીમ માટે ‘ધ હન્ડ્રેડ’માં રમનારા પ્રથમ પાકિસ્તાની ખેલાડી બન્યો છે. સનરાઇઝર્સ લીડ્સની પોસ્ટ જુઓ… BCCIએ આપ્યું નિવેદન વિવાદ વધ્યા પછી BCCIએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ સ્પષ્ટ કહ્યું કે આ મામલો બોર્ડના અધિકારક્ષેત્રમાં આવતો નથી. તેમણે કહ્યું- "આ અમારા અધિકારક્ષેત્રમાં નથી. આ વિદેશી લીગનો મામલો છે અને તે જ લીગને આના પર નિર્ણય લેવો પડશે. આમાં BCCI કંઈ કરી શકે નહીં." હેડ કોચ ડેનિયલ વિટોરીએ જણાવ્યું અબરારને કેમ ખરીદ્યો વિવાદ વચ્ચે ટીમના હેડ કોચ ડેનિયલ વિટોરીએ પણ આ નિર્ણય પર ચોખવટ કરી. તેમણે જણાવ્યું કે ટીમની પ્રથમ પસંદગી ઇંગ્લેન્ડનો સ્ટાર સ્પિનર આદિલ રશીદ હતો. પરંતુ ઓક્શનમાં તેને સાઉધર્ન બ્રેવે ખરીદી લીધો. આ પછી સનરાઇઝર્સ લીડ્સે વિદેશી સ્પિનરના વિકલ્પો પર ધ્યાન આપ્યું અને અંતે અબરાર અહેમદને ટીમમાં સામેલ કર્યો. વિટોરીએ કહ્યું કે ટીમની રણનીતિ શરૂઆતથી જ એક મુખ્ય સ્પિનર લેવાની હતી. તેમણે જણાવ્યું કે ટીમ પાસે ચાર-પાંચ વિકલ્પો હતા, જેમાં બાંગ્લાદેશનો રિશાદ હુસૈન, પાકિસ્તાનનો ઉસ્માન તારિક અને અબરાર અહેમદ સામેલ હતો. સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ પણ સસ્પેન્ડ થયું હતું અબરાર અહેમદને ખરીદ્યા બાદ ભારતમાં સોશિયલ મીડિયા પર ઘણી નારાજગી જોવા મળી. આ દરમિયાન સનરાઇઝર્સ લીડ્સનું સત્તાવાર X એકાઉન્ટ પણ સસ્પેન્ડ થઈ ગયું હતું. જેનાથી વિવાદ વધુ વધી ગયો. જોકે એકાઉન્ટ સસ્પેન્ડ થવાનું અસલી કારણ હજુ સામે આવ્યું નથી. વિટોરીએ સ્પષ્ટ કહ્યું કે ઓક્શન પહેલા પાકિસ્તાની ખેલાડીઓને લઈને ટીમ મેનેજમેન્ટ વચ્ચે કોઈ ચર્ચા થઈ નહોતી અને ખેલાડીઓની પસંદગી માત્ર ક્રિકેટિંગ જરૂરિયાતોના આધારે કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે અબરાર અહેમદની બોલિંગમાં ઘણી વિવિધતા છે અને તે પાવરપ્લે કે મિડલ ઓવરોમાં વિકેટ લેવાની ક્ષમતા રાખે છે, જે હેડિંગ્લે મેદાન જેવી પીચ પર ટીમ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. 'ધ હન્ડ્રેડ' ઓક્શનમાં અબરાર અહેમદ બીજા પાકિસ્તાની ખેલાડી રહ્યો જેને ખરીદવામાં આવ્યો. તેની પહેલા બર્મિંગહામ ફીનિક્સે ઉસ્માન તારિકને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. બાંગ્લાદેશના મુસ્તફિઝુર રહેમાન પર વિવાદ થયો હતો IPL ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સ (IPL)એ 16 ડિસેમ્બર 2025ના રોજ અબુ ધાબીમાં IPL 2026ના મિની ઓક્શનમાં બાંગ્લાદેશના ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાનને 9.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ત્યારબાદ બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યાઓના કારણે ભારતમાં તેનો વિરોધ થવા લાગ્યો. આના પર BCCIના કહેવાથી KKRએ રહેમાનને રિલીઝ કરી દીધા છે. આનાથી નારાજ બાંગ્લાદેશી સરકારે પોતાના દેશમાં IPLના પ્રસારણ પર રોક લગાવી દીધી હતી. એટલું જ નહીં, બાંગ્લાદેશે ભારતમાં T20 વર્લ્ડ કપ રમવાનો ઇનકાર કરી દીધો હતો. આવી સ્થિતિમાં ICCએ બાંગ્લાદેશને T20 વર્લ્ડ કપમાંથી જ બહાર કરી દીધું હતું. બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડને T20 વર્લ્ડ કપમાં સામેલ કર્યું હતું. પાકિસ્તાને ભારત સામેની મેચનો બહિષ્કાર કર્યો હતો પાકિસ્તાન સરકારે T20 વર્લ્ડ કપમાં ભારત સામેની મેચનો બહિષ્કાર કર્યો હતો. જોકે, શ્રીલંકાના રાષ્ટ્રપતિના હસ્તક્ષેપ બાદ પાકિસ્તાન સરકારે ભારત સામેની મેચ માટે મંજૂરી આપી હતી. કોલંબોમાં 15 ફેબ્રુઆરીએ રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે 61 રનના માર્જિનથી જીત મેળવી હતી. પાકિસ્તાન સામે ઈશાન કિશને ફિફ્ટી ફટકારી હતી.
    Click here to Read More
    Previous Article
    CM Yogi LIVE : झूलेलाल वाटिका में CM योगी का संबोधन | Rajnath singh | Lucknow
    Next Article
    ખારેશ્વર મહાદેવ મંદિર પાસે જૂની અદાવતમાં બે ભાઈઓ પર હુમલો:આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાવ્યાનો ખાર રાખીને લાકડા-ધોકાથી હુમલો કર્યો, પરિવારજનોએ વચ્ચે આવી બંનેને છોડાવ્યા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment