Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એચ.એ. કોલેજમાં દાંડીયાત્રા પર વક્તવ્ય:ગાંધીજીની ઐતિહાસિક યાત્રાનું મહત્ત્વ સમજાવ્યું

    13 hours ago

    ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજની ગાંધીઅન સોસાયટી દ્વારા દાંડીયાત્રા સંદર્ભે એક વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વક્તવ્યમાં ભારતની સ્વાતંત્ર્ય ચળવળમાં દાંડીયાત્રાના મહત્ત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. 12મી માર્ચ, 1930ના રોજ મહાત્મા ગાંધીએ અંગ્રેજો દ્વારા મીઠા પર લાદવામાં આવેલા વેરાના વિરોધમાં સાબરમતી આશ્રમથી દાંડી સુધી પગપાળા યાત્રા શરૂ કરી હતી. આ યાત્રા દ્વારા તેમણે અસહકારનું આંદોલન પ્રારંભ કર્યું હતું, જે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક સીમાચિહ્નરૂપ ઘટના બની હતી. કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે જણાવ્યું હતું કે, આ દાંડીયાત્રામાં 78 સ્વાતંત્ર્ય સેનાનીઓ જોડાયા હતા. તેઓ 24 દિવસ સુધી 385 કિલોમીટર ચાલીને દાંડી પહોંચ્યા હતા. યાત્રા દરમિયાન ગાંધીજીએ અનેક જાહેરસભાઓ યોજીને મીઠાના વેરા સામે જાગૃતિ ફેલાવી હતી. આ ઐતિહાસિક ઘટનાથી સમગ્ર દેશમાં બ્રિટિશ સરકાર વિરુદ્ધ આક્રોશ ફેલાયો હતો અને સવિનય કાનૂન ભંગની શરૂઆત થઈ હતી. સત્ય અને અહિંસાના સિદ્ધાંતો પર આધારિત આ આંદોલને બ્રિટિશ સલ્તનત સામે દેશવ્યાપી ચળવળ માટે પ્રેરણા પૂરી પાડી હતી. અન્યાય અને શોષણ સામે લડવાની ગાંધીજીની હિંમતે ભારતને આઝાદી અપાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. દાંડીયાત્રાએ દેશની સ્વતંત્રતા ચળવળમાં એક નિર્ણાયક ભૂમિકા ભજવી હતી અને લાખો લોકોને આઝાદી માટે લડવા પ્રેરિત કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વિવેકાનંદ કોલેજમાં જોબ ફેર યોજાયો:50+ કંપનીઓ અને 30+ સ્કૂલોએ ભાગ લીધો
    Next Article
    દીપડાના અકસ્માત કેસમાં કાર ચાલક હાજર:વનવિભાગે નોટિસ આપતાં વડોદરાનો આરોપી કાર સાથે આવ્યો, કાર ડિટેઇન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment