Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીપડાના અકસ્માત કેસમાં કાર ચાલક હાજર:વનવિભાગે નોટિસ આપતાં વડોદરાનો આરોપી કાર સાથે આવ્યો, કાર ડિટેઇન

    11 hours ago

    અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ નજીક દીપડાના અકસ્માત કેસમાં વડોદરાના કાર ચાલક જોય થેવાલીયમ વનવિભાગ સમક્ષ હાજર થયા છે. વનવિભાગે નોટિસ આપ્યા બાદ તેઓ પોતાની કાર સાથે હાજર થયા હતા, જેને વનવિભાગ દ્વારા ડિટેઇન કરવામાં આવી છે. હાલ કાર ચાલકની વધુ પૂછપરછ ચાલી રહી છે. આ ઘટના 26 જાન્યુઆરીના રોજ ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર બાલાનીવાવ ગામ નજીક બની હતી. એક અજાણ્યા વાહન અડફેટે માદા દીપડાનું મોત થયું હતું. આ બનાવ અંગે જાફરાબાદ વનવિભાગ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન વનવિભાગ વડોદરા શહેરના ફતેગંજના રહેવાસી જોય થેવાલીયમ સુધી પહોંચ્યું હતું. ત્યારબાદ જાફરાબાદ વનવિભાગ દ્વારા તેમને નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસના પગલે આરોપી જોય થેવાલીયમ વનવિભાગ સમક્ષ સામેથી જ હાજર થયા હતા. શેત્રુંજી ડિવિઝનના એ.સી.એફ. વિરલ સિંહ ચાવડાએ જણાવ્યું કે, જાફરાબાદ રેન્જના નાગેશ્રી રાઉન્ડના નાગેશ્રી બીટની હદમાં આવતા બાલાનીવાવ ગામ પાસેથી પસાર થતા સોમનાથ-ભાવનગર હાઇવે પર 26 જાન્યુઆરીએ માદા દીપડાનું મૃત્યુ થયું હતું. આ બાબતે ગુનો દાખલ કરીને તપાસ કરવામાં આવી હતી. વડોદરાના જોય થેવાલીયમને BNSSની કલમ 35(3) મુજબ નોટિસ આપતા તેઓ પોતાની કિયા કેરેન્સ કાર સાથે હાજર થયા છે. આગળની કાયદેસરની કાર્યવાહી જાફરાબાદ વન્યજીવ રેન્જ દ્વારા કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અગાઉ પણ વાહન અડફેટે બે સિંહોના મોત થયાના બનાવો સામે આવ્યા હતા, જેમાં બંને વાહન ચાલકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તાજેતરના દીપડાના અકસ્માતનો કેસ પણ ઉકેલાતા જાફરાબાદ રેન્જ દ્વારા કુલ ત્રણ અકસ્માતોના બનાવો ઉકેલવામાં સફળતા મળી છે.
    Click here to Read More
    Previous Article
    એચ.એ. કોલેજમાં દાંડીયાત્રા પર વક્તવ્ય:ગાંધીજીની ઐતિહાસિક યાત્રાનું મહત્ત્વ સમજાવ્યું
    Next Article
    Share Market Update News | બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment