Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:ઈ-મેલ મળતા ખળભળાટ, કોર્ટ પરિસર ખાલી કરાયું, બોમ્બ સ્કોડ- ડોગ સ્કોડ સાથે તપાસ હાથ ધરાઈ

    16 hours ago

    ભરૂચ જિલ્લા કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અજાણ્યા વ્યક્તિ દ્વારા ઈ-મેલ મારફતે આ ધમકી આપવામાં આવતા પોલીસ અને વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું અને સુરક્ષા દળો દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. માહિતી મળતાની સાથે જ પોલીસ વિભાગ સક્રિય બન્યો હતો. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ દળને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. સમગ્ર કોર્ટ પરિસરમાં બોમ્બ શોધવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સુરક્ષાના કારણોસર, કોર્ટમાં હાજર વકીલો, કર્મચારીઓ અને અન્ય લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. કોર્ટ પરિસરની આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટના દરેક ખૂણે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રીનો ભરૂચ ખાતે મહત્વનો કાર્યક્રમ યોજાવાનો છે, જેને કારણે પોલીસ વિભાગ વધુ સતર્ક બન્યો છે. પોલીસે ધમકીભર્યા ઈ-મેલ અંગે તપાસ શરૂ કરી છે અને ઈ-મેલ મોકલનાર વ્યક્તિને શોધી કાઢવા માટે ટેકનિકલ પાસાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પાલીતાણાની વિદ્યાર્થીનીએ ગુરુકુળ શિક્ષણ પર નવો કોન્સેપ્ટ રજૂ કર્યો:ઋષભ જન્મોત્સવમાં શત્રુંજય AI સેન્ટર પ્રોજેક્ટ માટે દ્વિતીય સ્થાન મળ્યું
    Next Article
    અમદાવાદની શ્રી શક્તિ શાળામાં શૈક્ષણિક પ્રદર્શન:ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન, ગણિત,પર્યાવરણ અને ભારતની સંસ્કૃતિના મોડેલ રજૂ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment