Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોબોટે યુવતી સાથે કરી અશ્લીલ હરકત!:કંગના રનૌતે ચિંતા વ્યક્ત કરતા કહ્યું- 'AIથી નિર્ભયતાથી ગુના થશે, ત્યારે આ દુનિયાનું શું થશે?'

    1 day ago

    એક્ટ્રેસ અને ભાજપ સાંસદ કંગના રનૌતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સાથે જોડાયેલા ગુનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી. મંગળવારે તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક સમાચાર શેર કર્યા. તેમાં જર્મનીમાં એક રોબોટ પર એક યુવતી સાથે અયોગ્ય હરકત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ સમાચાર સાથે કંગનાએ લખ્યું, ‘હજુ AI સંપૂર્ણ રીતે વિકસિત પણ થયું નથી અને તેનાથી જોડાયેલા ગુનાઓ શરૂ પણ થઈ ગયા છે. મોટાભાગના ગુનાઓ એટલા માટે થતા નથી કે ગુનેગાર કાં તો પોતે પકડાઈ જવાથી ડરે છે અથવા તો તેને અંજામ આપી શકતા નથી.’ તેણે આગળ લખ્યું, 'પરંતુ જરા વિચારો, જ્યારે ગુનેગારો સામે આ અડચણો રહેશે જ નહીં, ત્યારે દુનિયા કેવી હશે? ખાસ કરીને નબળા અને અસહાય લોકોનું શું થશે?' શું છે સમગ્ર મામલો? ખરેખર, જર્મનીના કોલોન શહેરમાં 16 વર્ષની યુવતી સાથે અયોગ્ય વર્તન કરવાના આરોપસર પોલીસે એક રોબોટ જપ્ત કર્યો છે. આરોપ છે કે, રોબોટે યુવતીની પાછળથી આવીને તેના શરીરને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો અને તેની સાથે અશ્લીલ હરકતો કરી. ઘટના સમયે યુવતી પોતાના મિત્રો સાથે એક ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટની બહાર ઊભી હતી. જણાવવામાં આવ્યું છે કે, આ ઘટનાને સોશિયલ મીડિયા પર લાઇવ સ્ટ્રીમ પણ કરવામાં આવી હતી. આ ઘટના રવિવારે કોલોનની વ્યસ્ત હોહેન્ઝોલર્નરિંગ માર્ગ પર બની હતી. ડેઇલી મેઇલના અહેવાલ મુજબ, આશરે 1.2 મીટર લાંબો લાલ અને સોનેરી રંગનો રોબોટ અચાનક યુવતીની પાછળ પહોંચ્યો. ત્યારબાદ તેણે યુવતીના હિપ્સને સ્પર્શ કર્યા અને તેના શરીર સાથે ચોંટી જઈને અશ્લીલ હરકતો કરી. આ મામલે રોબોટના 16 વર્ષના માલિક અને તેના 19 વર્ષના સાથી પર ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ કરવા તેમજ લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન કોમેન્ટ્રી કરવાનો શંકા છે. રોબોટનો માલિક વેગબર્ગનો રહેવાસી હોવાનું જણાવાયું છે. કારની ડિક્કીમાં છુપાવ્યો હતો રોબોટ ઘટનાની જાણ થયા બાદ કોલોન પોલીસે તપાસ શરૂ કરી. પોલીસને શંકાસ્પદો મેગ્નસસ્ટ્રાસે અને હોહેનઝોલર્નરિંગના ચાર રસ્તા નજીકથી મળ્યા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રોબોટને ફોક્સવેગન કારની ડિક્કીમાં છુપાવીને રાખવામાં આવ્યો હતો. પોલીસ પહોંચે તે પહેલાં તેના માલિકે તેને કારમાં મૂકી દીધો હતો. પોલીસે રોબોટની સાથે બંને શંકાસ્પદોના બે મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા છે. આ મોબાઇલ ફોનની તપાસ કરવામાં આવશે, જેથી ઘટનાના રેકોર્ડિંગ અને સોશિયલ મીડિયા પર લાઇવ સ્ટ્રીમિંગ સાથે જોડાયેલી માહિતી મળી શકે. રોબોટ કોણ ચલાવી રહ્યું હતું, તેની તપાસ ચાલુ કોલોન પોલીસ આ મામલે યૌન ઉત્પીડનની આશંકા હેઠળ તપાસ કરી રહી છે. તપાસકર્તાઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ઘટનાના સમયે રોબોટ કેવી રીતે કામ કરી રહ્યો હતો અને શું કોઈ વ્યક્તિ દૂરથી તેની ગતિવિધિઓને નિયંત્રિત કરી રહી હતી. પોલીસ એ પણ જાણી રહી છે કે આ ઘટનામાં બંને શંકાસ્પદોની શું ભૂમિકા હતી. હાલમાં રોબોટની ગતિવિધિઓ, તેને નિયંત્રિત કરવાની રીત અને ઘટનાના રેકોર્ડિંગ સાથે જોડાયેલા તમામ પાસાઓની તપાસ ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    बच्चों की जान गई, सामान बर्बाद, दवाई खत्म, क्या होगा अब? Lucknow Faizullaganj Flood | Gomti River
    Next Article
    રાહુલ ગાંધીના ઘરે ચા માટે ભેગા થયા વિપક્ષી નેતાઓ:CEC વિરુદ્ધ આંદોલનની રણનીતિ પર થશે ચર્ચા, 7 દિવસમાં 5 પ્રદર્શન

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment