Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નકલી સોગંદનામું બનાવી વારસાઈનો ખેલ:દહેગામના કડજોદરા ગામમાં મૃતકના નામે નકલી સોગંદનામું બનાવી કરોડોની જમીન હડપવાનો કારસો, કલેક્ટર સીટના આદેશથી ગુનો દાખલ

    8 hours ago

    દહેગામ તાલુકાના કડજોદરા ગામમાં વડીલોપાર્જિત કરોડોની જમીન પચાવી પાડવા માટે સરકારી કાગળો પર જાળસાજી રચી અન્ય વ્યક્તિની માલિકીની જમીનમાં ખોટી રીતે પોતાના પરિવારના નામ દાખલ કરાવી કાયદાકીય ગૂંચવણો ઊભી કરનાર શખ્સ વિરૂદ્ધ ગાંધીનગર જિલ્લા જમીન તકેદારી સમિતિના આદેશથી રખીયાલ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. ખોટું સોગંદનામું કરી જમીન પચાવી પાડવાનો પ્રયાસ ગાંધીનગરના કડજોદરા ગામના હનુમાનવાળા વાસમાં રહેતા અને હાલ નિવૃત્ત જીવન જીવતા 66 વર્ષીય બરમનભાઈ ગણેશભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ,ગામની સીમમાં આવેલી સર્વે નંબર 534 વાળી 0-48-56 હેક્ટર જમીન તેમની પેઢી દર પેઢીથી ચાલી આવતી મિલકત છે. તેમાંથી થોડી જમીન સ્મશાનના વપરાશમાં કપાઈ જતાં હાલ 0-18-64 હેક્ટર ક્ષેત્રફળ બચ્યું છે. આ જમીન વર્ષ 1956 માં તેમના દાદા સુખાભાઈ કાળાભાઈએ અન્ય લોકો સાથે મળીને ખરીદી હતી, જેના લીધે વર્ષ 2005 સુધી સરકારી ચોપડે તેમના દાદાનું નામ બોલતું હતું. સુખાભાઈના અવસાન બાદ પરિવારના કોઈ સભ્યએ તાત્કાલિક વારસાઈ નોંધી ન હતી, જેનો ફાયદો ઉઠાવીને વર્ષ 2006 માં રામાભાઈ કાળાભાઈ નામની એક અજ્ઞાત વ્યક્તિનું નામ મહેસૂલી રેકોર્ડમાં ખોટી રીતે ઉમેરાઈ ગયું હતું. આ સરકારી ભૂલનો દુરુપયોગ કરીને ફરિયાદીના કાકા રામાભાઈ સુખાભાઈ ચમારના પુત્ર પિયુષભાઈ રામાભાઈ પટેલે જમીન ઓળવી જવાનું કાવતરું ઘડ્યું હતું. આરોપી પિયુષભાઈએ 1 ડિસેમ્બર 2020 ના રોજ દહેગામના એક નોટરી સમક્ષ ખોટી હકીકતો દર્શાવતું સોગંદનામું તૈયાર કરાવ્યું હતું. આ સોગંદનામામાં તેણે એવો બનાવટી દાવો કર્યો કે સરકારી રેકોર્ડમાં ચાલતા જુદા જુદા નામો જેવા કે રામાભાઈ સુખાભાઈ, રામાભાઈ કાળાભાઈ, રામાભાઈ સુખાભાઈ ચમાર અને રામાજી સુખાજી એ તમામ વ્યક્તિઓ અલગ નથી પરંતુ એક જ છે અને તે તેમના સ્વર્ગસ્થ પિતા છે. વિવાદ ઉભો કરનાર સામે પોલીસ ફરિયાદ આ ખોટા દસ્તાવેજના આધારે તેણે પોતાના પરિવારના સભ્યોના નામ વારસાઈ નોંધ નંબર 6152 થી સરકારી ચોપડે ચડાવી દીધા હતા. જોકે મૂળ માલિકોને આ વાતની ખબર પડતાં જ તેમણે પ્રાંત અધિકારી ગાંધીનગર સમક્ષ અપીલ કરી હતી. જ્યાં સુનાવણી બાદ પ્રાંત અધિકારીએ આ ખોટી નોંધ રદ કરીને આરોપીઓના નામ કમી કર્યા હતા અને વર્ષ 2023માં ફરીથી મૂળ માલિક સુખા કાળાનું નામ રેકોર્ડ પર બહાલ કર્યું હતું. ત્યારે પોતાની કિંમતી જમીન પર ખોટા દાવા ઠોકીને વિવાદો ઊભા કરનાર આરોપી સામે કડક પગલાં લેવા માટે બરમનભાઈએ ગાંધીનગર કલેક્ટરની સીટ શાખામાં અરજી કરી હતી. જે અન્વયે રખીયાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ​ગિરનારમાં સિંહના હુમલા બાદ વન વિભાગ સફાળું જાગ્યું:AI કેમેરા, થર્મલ ડ્રોન અને નવી ચેકપોસ્ટો સાથે અભેદ્ય કિલ્લો તૈયાર; અંધારામાં પણ પ્રાણીઓની ગતિવિધિ ટ્રેક કરી શકાશે
    Next Article
    Gujarat Government | ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય | CM Bhupendra Patel | Gujarat |News 18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment