Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાકિસ્તાન-ચીનનું ટેન્શન વધશે!:ભારત રશિયા વચ્ચે સુખોઈ ફાઈટર જેટ માટે 1 લાખ કરોડની ડીલની તૈયારી, PM મોદી-રાષ્ટ્રપતિ પુતિન શુક્રવારે દિલ્હીમાં મળશે

    20 hours ago

    ભારત અને રશિયા વચ્ચે 75 સુખોઈ-57 ફાઈટર જેટ ખરીદવા માટે કરાર થઈ શકે છે. બંને દેશો વચ્ચે આ ડીલની શરતો પર વાતચીત આગળ વધી ચૂકી છે. જો ડીલ થશે તો તેની કિંમત લગભગ 1 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. તેમાં વિમાન સાથે હથિયારો, સ્પેરપાર્ટ્સ, તાલીમ, સિમ્યુલેટર અને જાળવણીનો પણ સમાવેશ થશે. BRICS સમિટ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન શુક્રવારે નવી દિલ્હીમાં મળશે. આ બેઠકમાં બંને નેતાઓ સુખોઈ-57 પર હસ્તાક્ષર કરી શકે છે. ભારત ઈચ્છે છે કે આ ડીલ સાથે તેને એવી ટેકનોલોજી પણ મળે, જે ભવિષ્યમાં લડાકુ વિમાન બનાવવામાં ઉપયોગી થાય. રશિયા ભારતમાં સુખોઈ-57 બનાવવાની ઓફર પહેલાંથી જ કરી ચૂક્યું છે. ભારત આ પ્રોજેક્ટમાં પોતાની કંપનીઓની ભાગીદારી અને જરૂરી ટેકનોલોજી સુધી પહોંચ ઈચ્છે છે. આ ઉપરાંત, સંરક્ષણ, પરમાણુ ઉર્જા અને બંને દેશો વચ્ચે સહયોગ સંબંધિત અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા થશે. નિષ્ણાતો બોલ્યા; Su-57 ગેમચેન્જર, વાયુસેનાની તાકાત વધારી શકે છે ભારતીય વાયુસેનાના નિવૃત્ત ગ્રુપ કેપ્ટન સંદીપ મહેતાના મતે સુખોઈ-57ની એન્ટ્રીથી હવાઈ યુદ્ધની રીત બદલાઈ શકે છે. તેની અસલી તાકાત એ વાતમાં હશે કે તેને રાફેલ, સુખોઈ-30 MKI, AWACS, ગ્રાઉન્ડ રડાર અને એર ડિફેન્સ સિસ્ટમ સાથે કેટલી સારી રીતે જોડવામાં આવે છે. યુદ્ધની શરૂઆતમાં દુશ્મનના રડાર, કમાન્ડ સેન્ટર અને મિસાઈલ ઠેકાણાઓ સુધી પહોંચવું સૌથી મુશ્કેલ હોય છે. સુખોઈ-57 રડાર પર મોડેથી પકડાય છે, તેથી આ જગ્યાઓ સુધી વધુ સરળતાથી પહોંચી શકે છે. આ વિમાન પોતે દરેક લક્ષ્ય પર હુમલો કરવાને બદલે દુશ્મનના રડાર, એર ડિફેન્સ અને ફાઇટરની માહિતી પાછળ રહેલા ભારતીય વિમાનો સુધી પહોંચાડી શકે છે. તેનાથી રાફેલ અને સુખોઈ-30 જેવા અન્ય લડાકુ વિમાનોની મારક ક્ષમતા પણ વધી શકે છે. અમેરિકી F-35 કરતાં 25% ઝડપી છે સુખોઈ-57E સુખોઈ-57 એ રશિયાના સુખોઈ-57Eનું એક્સપોર્ટ વર્ઝન છે, એટલે કે તેને અન્ય દેશોને વેચવા માટે બનાવવામાં આવ્યું છે. સુખોઈ-57 E ની ટોપ સ્પીડ 2470 કિમી/કલાક અને રેન્જ 1250 કિમી છે, જ્યારે F-35A: ટોપ સ્પીડ 1960 કિમી/કલાક અને રેન્જ 1093 કિમી છે. એટલે કે સુખોઈ-57E ની ઝડપ લગભગ 25% વધુ અને રેન્જ લગભગ 14% વધુ છે. જોકે, સ્ટીલ્થ, સેન્સર અને નેટવર્કિંગના મામલે F-35 ને શ્રેષ્ઠ માનવામાં આવે છે. સુખોઈ-57 માં સ્ટીલ્થ સાથે ઝડપી ગતિ અને ઝડપથી દિશા બદલવા પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. તે હવા, જમીન અને સમુદ્રના લક્ષ્યો પર હુમલો કરી શકે છે. ચીનનું J-20 પણ સ્ટીલ્થ ફાઇટર છે. ચીન તેની મિસાઈલ ક્ષમતા અને એન્જિનને વધુ સુધારવા પર કામ કરી રહ્યું છે. ભારત સુખોઈ-30 ને લાંબા અંતરની મિસાઈલથી સજ્જ કરશે ભારત સુખોઈ-30 MKI ની હુમલા કરવાની ક્ષમતા વધારવા માટે R-37M જેવી લાંબા અંતરની મિસાઈલ ઈચ્છે છે. આ મિસાઈલ લગભગ 300 કિમી દૂર સુધી લક્ષ્ય પર હુમલો કરી શકે છે અને દુશ્મનના અવાક્સ જેવા મોટા વિમાનોને પણ નિશાન બનાવી શકે છે. હાલમાં ભારત 63 હજાર કરોડ રૂપિયામાં 84 સુખોઈ-30MKI ને ‘સુપર સુખોઈ’ બનાવી રહ્યું છે. વાયુસેનાને હજુ સુખોઈ-57 પર પૂરો ભરોસો નથી ભારતીય વાયુસેનાને સુખોઈ-57ની ક્ષમતા પર હજુ પૂરો ભરોસો નથી. ભારત પહેલાં રશિયા સાથે પાંચમી પેઢીનું લડાકુ વિમાન બનાવવાની પરિયોજનામાં સામેલ હતું, પરંતુ બાદમાં તેમાંથી બહાર નીકળી ગયું. તે સમયે વિમાનના રડારથી બચવા અને જરૂરી ટેકનોલોજી મળવા અંગે સવાલો ઉભા થયા હતા. હવે વાયુસેના એ જોઈ રહી છે કે સુખોઈ-57 રડારથી કેટલું બચી શકે છે, દુશ્મનના ઇલેક્ટ્રોનિક સિસ્ટમ સાથે કેવી રીતે કામ કરે છે અને અલગ-અલગ હથિયારો સાથે કેટલું સારું કામ કરે છે. પરમાણુ ઉર્જા પર પણ થશે વાત બેઠકમાં સિવિલ ન્યુક્લિયર એનર્જી પર પણ ચર્ચા થશે. રશિયા તમિલનાડુનાં કુડનકુલમમાં છ પરમાણુ રિએક્ટરના નિર્માણમાં ભારતનો ભાગીદાર છે. બંને દેશો અન્ય એક પરમાણુ પરિયોજના પર આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારત પરમાણુ સબમરીન માટે વધુ શક્તિશાળી રિએક્ટર સંબંધિત રશિયન તકનીકી મદદ પણ ઈચ્છે છે. આ અંગે બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે. S-400 ના બાકીના સપ્લાય પર પણ વાત બેઠકમાં S-400 મિસાઈલ સિસ્ટમના બાકીના સપ્લાય પર પણ ચર્ચા થઈ શકે છે. ભારતે રશિયા પાસેથી 5 S-400 સિસ્ટમ ખરીદવા માટે 5.43 અબજ ડોલરનો સોદો કર્યો હતો. તેમાંથી 4 સિસ્ટમ ભારતને મળી ચૂકી છે. રશિયા બાકીની સિસ્ટમનો સપ્લાય પૂરો કરવાનો ભરોસો આપી શકે છે. યુક્રેન યુદ્ધ પર ભારતના પ્રયાસોનું રશિયા સ્વાગત કરશે રશિયન રાષ્ટ્રપતિના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું છે કે રશિયા યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે ભારતના પ્રયાસોનું સ્વાગત કરશે. તેમણે કહ્યું કે મોસ્કો યુદ્ધનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવાના માર્ગો પર ભારત સાથે સંપર્કમાં છે. --------------------------------- આ સમાચાર પણ વાંચો: અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો:જવાબમાં ઈરાને જોર્ડનમાં US બેઝ પર 20 મિસાઈલો છોડી, હોર્મુઝમાં 10 જહાજો પર હુમલાનો દાવો અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી એકવાર વધી ગયો છે. અમેરિકી સેનાએ મંગળવારે (8 સપ્ટેમ્બર) ઈરાન સાથે સંકળાયેલા 5 તેલ ટેન્કરો પર હુમલો કર્યો. તેના થોડા કલાકો પછી ઈરાને જોર્ડનમાં અમેરિકી સૈન્ય ઠેકાણા તરફ 20 બેલિસ્ટિક મિસાઈલો છોડી. જોર્ડનની સેનાએ દાવો કર્યો કે તેની એર ડિફેન્સ સિસ્ટમે 18 મિસાઈલોને તોડી પાડી, જ્યારે બે મિસાઈલો વસ્તીથી દૂરના વિસ્તારોમાં પડી. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    જાપાન ડૂબ્યું, એશિયન ગેમ્સના 10 દિવસ પહેલાં પૂર:પાણી-પાણી થયું નાગોયા; બસ-મેટ્રો અટકી, રસ્તાઓ બંધ, 400 ખેલાડીઓને બચાવાયા; ભારતીય ટીમ્સ રવાના થવાની તૈયારીમાં
    Next Article
    અમેરિકી અબજોપતિઓમાં 100 વર્ષ જૂના વૃક્ષો લગાવવાનો ક્રેઝ:મોટા વૃક્ષો બન્યા નવા સ્ટેટસ સિમ્બોલ, નર્સરીમાં ગ્રાહકો માટે હેલીપેડ સુધીની સુવિધાઓ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment