Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આદિવાસીઓએ ક્યારેય વિદેશી તાકાત સામે માથું ઝુકાવ્યું નથી':નેત્રંગમાં આદિવાસી સંમેલનમાં હર્ષ સંઘવીએ કહ્યું- 'તીર-કામઠાથી અંગ્રેજોનો ઘમંડ તોડ્યો હતો'

    11 hours ago

    ભરૂચના નેત્રંગમાં આજે આદિવાસી ગૌરવ સંમેલન યોજાયું હતું. જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યાં હતા. આ તકે જનસભાને સંબોધતા હર્ષ સંઘવીએ કહ્યું કે, આદિવાસીઓએ ક્યારેય વિદેશી તાકાત સામે માથુ ઝુકાવ્યું નથી, તીર-કામઠાથી અંગ્રેજોનો ઘમંડ પણ તોડી નાખ્યો હતો. હર્ષ સંઘવીએ રોડ શોના સ્વરૂપમાં રેલી યોજી આજે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નેત્રંગ ખાતે આદિવાસી સંમેલનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં નેત્રંગની ચોકડી ખાતે સ્થિત આદિવાસી ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યું હતું. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રોડ શોના સ્વરૂપમાં રેલી યોજી હતી. જે બાદ સભા સ્થળે પહોંચીને આદિવાસી જનસભાને સંબોધી હતી. ‘નેત્રંગમાં આજે ચારેય દિશામાં બસ મોદી મોદી જ ચાલી રહ્યું છે’ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, નેત્રંગમાં આજે ચારેય દિશામાં બસ મોદી મોદી જ ચાલી રહ્યું છે. તેમજ કહ્યું કે, અંબાજીથી લઈને ઉમરગામ સુધી આદિવાસીના ગામેગામમાં જે કામગીરી ચાલી રહી છે, તેને વધુ ઝડપથી આગળ વધારવા માટેનો સંકલ્પ લેવાનો કાર્યક્રમ એટલે આદિવાસી ગૌરવ સંમેલન. વિશ્વનો સૌથી મોટો વેપારનું કેન્દ્ર એટલે ભરૂચ જિલ્લો. ‘કોંગ્રેસે માત્ર વોટ લેવા જ આદિવાસી સમાજનો ઉપયોગ કર્યો’ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સમાજમાં ભાગલા પાડવાના પ્રયાસ કરતા લોકો અને એમની વિચારધારાવાળી સરકારે આદિવાસી સમાજની ઉન્નતી માટે જે કામ કરવાનું હતું એ ન કર્યું. કોંગ્રેસની સરકારે વર્ષો-વર્ષ સુધી આદિવાસી સમાજનો માત્ર વોટ લેવા જ ઉપયોગ કર્યો છે. આઝાદી મેળવવા આદિવાસી સમાજના અનેક યુવાનોએ સહાદત આપેલી, એમણે એ માટે સહાદત આપી કે અમારી આવનારી પેઢીઓને આનો હક મળશે પણ કોંગ્રેસની સરકારમાં આદિવાસી સમાજને કોઇ હક ન મળ્યો. ‘આદિવાસી સમાજ જળ-જમીન અને જંગલનો પહેરેદાર છે’ હર્ષ સંઘવીએ વધુ જણાવ્યું કે, આ સમાજ જળ-જમીન અને જંગલનો પહેરેદાર છે. આ ધરતીના આદિવાસીઓએ ક્યારેય વિદેશી તાકાત સામે માથુ ઝુકાવ્યું નથી. વર્ષ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અગ્રેજોને પોતાના ટેલેન્ટ અને રુપિયા પર ઘમંડ હતો પણ આદિવાસી ભાઇઓએ તીર-કામઠાથી એમનો ઘમંડ તોડી દીધો હતો. નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવાનું અભિવાદન ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આદિવાસી ગૌરવ સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દેશના કોઈપણ રાજ્યમાં આદિવાસી સમાજ માટે ગુજરાત જેવું કામ નહીં થયું હોવાનો હુંકાર કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સંમેલનમાં આદિજાતિ મોરચાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવાનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ભાજપમાં જોડાયેલા આગેવાનોને આવકાર્યાં હર્ષ સંઘવીએ કહ્યું કે, રાજ્ય સરકારમાં ચાર-ચાર મંત્રી આદિવાસી છે. કોંગ્રેસ, આપ અને બિટીપીમાંથી 200થી વધુ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાતા હર્ષસંઘવીએ તેઓને આવકાર્યા હતા. સાથે જ આમ આદમી પાર્ટીની તાલુકા કચેરીને તેઓ તાળા મારી આવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. કેબિનેટ મંત્રી મુકેશ પટેલે અમે આદિવાસીઓના મસીહા નહીં પણ સામાન્ય કાર્યકર છીએ કહી ભાજપ સરકારમાં આદિવાસી સમાજના વિકાસ માટે થયેલા કાર્યો અને આગામી આયોજનની જાણકારી આપી હતી. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અમરસિંહ ચૌધરી કરતા પણ ગણપત વસાવાને સૌથી મોટા આદિવાસી નેતા ગણાવ્યા હતા. તેઓએ આદિવાસીઓ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે કરેલા કામોની જાણકારી આપી હતી. સંમેલનમાં ગણપત વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પ્રદેશ કારોબારીના મારૂતિસિંહ અટોદરિયા,ઝઘડિયા ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, જિલ્લા મહામંત્રીઓ, તાલુકાના આગેવાનો, જિલ્લાના હોદેદારો સહિત કાર્યકરો અને આદિવાસી જનમેદની ઉપસ્થિત રહી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચ જિલ્લામાં આદિવાસી વિસ્તાર ખાતે જનસભાને સંબોધી અનેક આદિવાસી કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવ્યાં હતા. તે વિસ્તાર ચૈતર વસાવાના રાજકીય પ્રભાવ ક્ષેત્ર તરીકે ઓળખાય છે. ત્યારે ફરી એકવાર નેત્રંગમાં યોજાયેલી આદિવાસી સભાને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ગુજરાતના આદિવાસી પટ્ટામાં છેલ્લા થોડા સમયથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જે વિસ્તારોમાં અગાઉ મોટા રાજકીય નેતાઓની હાજરી ઓછી જોવા મળતી હતી, તે જ વિસ્તારોમાં હવે મોટા પાયે રાજકીય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીના સંકેતો વચ્ચે ભાજપ દ્વારા આદિવાસી વિસ્તારોમાં સંગઠન મજબૂત બનાવવા અને રાજકીય આધાર વધારવા માટે દિગ્ગજ નેતાઓને સક્રિય બનાવવામાં આવી રહ્યા હોવાનો રાજકીય વિશ્લેષકો મત વ્યક્ત કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની નેત્રંગ મુલાકાતને પણ રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    કોર્ટને બોમ્બની ધમકી મળવાનો સિલસિલો યથાવત:ગઈકાલે અમદાવાદ મેટ્રો કોર્ટ બાદ આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને મળી બોમ્બની ધમકી, સોમવારે પણ મળી હતી ધમકી
    Next Article
    મહેસાણા 108ની ટીમે દાખવી પ્રમાણિકતા:અકસ્માતગ્રસ્ત દર્દીના રોકડા 11,500 અને મોબાઈલ પરિવારને પરત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment