Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા 108ની ટીમે દાખવી પ્રમાણિકતા:અકસ્માતગ્રસ્ત દર્દીના રોકડા 11,500 અને મોબાઈલ પરિવારને પરત કર્યા

    12 hours ago

    કટોકટીની પળોમાં દેવદૂત બનીને આવતી 108 ઇમરજન્સી સેવાની ટીમે મહેસાણાના પાલવાસણા વિસ્તારમાં ફરજ દરમિયાન માનવતા અને પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જગુદણ ચોકડી પાસે થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા દર્દીની કિંમતી ચીજવસ્તુઓ અને રોકડ રકમ સુરક્ષિત રીતે તેમના પરિવારને સોંપી 108ના કર્મીઓએ ફરજ પ્રત્યેની નિષ્ઠાના દર્શન કરાવ્યા છે. અકસ્માત સમયે દર્દી અર્ધબેભાન અવસ્થામાં હતા ગઈકાલે જાગુદણ ચોકડી પાસે એક ટુ-વ્હીલર અકસ્માત સર્જાયો હતો. આ અંગેની જાણ થતા જ પાલવાસણા લોકેશન પર તૈનાત 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. EMT કાજલ પરમાર અને પાયલોટ દિલીપ રાવલે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા દર્દીને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હતી. અકસ્માત સમયે દર્દી અર્ધબેભાન અવસ્થામાં હતા અને સ્થળ પર એકલા હતા. પરિવારજનોએ 108ની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો સારવાર દરમિયાન 108ની ટીમને દર્દી પાસેથી એક વોલેટ,11,500 રૂપિયા રોકડા તેમજ એક વીવો કંપનીનો સ્માર્ટફોન મળી આવ્યો હતો. 108ની ટીમે આ તમામ કિંમતી સામાન અને રોકડ રકમની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી. ત્યારબાદ દર્દીના સંબંધીઓનો સંપર્ક સાધીને તેમને રૂબરૂ બોલાવી તમામ વસ્તુઓ હેમખેમ પરત સોંપી હતી. હાલમાં દર્દીને વધુ સારવાર માટે લાયન્સ જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તની જિંદગી બચાવવાની સાથે તેમની મિલકત પણ સુરક્ષિત રાખવા બદલ સ્થાનિક લોકો અને પરિવારજનોએ 108ની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    'આદિવાસીઓએ ક્યારેય વિદેશી તાકાત સામે માથું ઝુકાવ્યું નથી':નેત્રંગમાં આદિવાસી સંમેલનમાં હર્ષ સંઘવીએ કહ્યું- 'તીર-કામઠાથી અંગ્રેજોનો ઘમંડ તોડ્યો હતો'
    Next Article
    પ્રધાનમંત્રી પુરસ્કાર-2025ની રેસમાં મહેસાણા આગળ:ગુજરાત માટે મોડેલ બન્યું, 50 લાખ બજેટ સાથે 248 બાળકોના જીવનમાં બદલાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment