Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રધાનમંત્રી પુરસ્કાર-2025ની રેસમાં મહેસાણા આગળ:ગુજરાત માટે મોડેલ બન્યું, 50 લાખ બજેટ સાથે 248 બાળકોના જીવનમાં બદલાવ

    14 hours ago

    વહીવટમાં શ્રેષ્ઠતા માટેના પ્રતિષ્ઠિત 'પ્રધાનમંત્રી પુરસ્કાર-2025'ની પસંદગી પ્રક્રિયાના ભાગરૂપે કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓની બે સદસ્યની ટીમે મહેસાણા જિલ્લાની વિશેષ મુલાકાત લીધી હતી.ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના નિયામક ભાસ્કર અને ટેક્સટાઇલ મંત્રાલયના નિયામક પૂર્ણેશ ગુરુરાનીએ જિલ્લાના નવતર 'જુવેનાઇલ ડાયાબિટીસ પ્રોજેક્ટ' અંગે મહેસાણા સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચસ્તરીય બ્રીફિંગ બેઠક યોજી પ્રોજેક્ટની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. બજેટ અને લાભાર્થીઓમાં વધારો આ બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમીને એક વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરતા જણાવ્યું હતું કે ,જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી આ પ્રોજેક્ટને વર્ષ દર વર્ષે વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે. વર્ષ 2023-24માં 10.95 લાખના ખર્ચે 147 બાળકોથી શરૂ થયેલી આ સફર ચાલુ વર્ષે 50 લાખના માતબર બજેટ સુધી પહોંચી છે. જેનો સીધો લાભ હાલ 248 બાળકોને મળી રહ્યો છે. જિલ્લા દ્વારા આ બાળકોને પેન ઇન્સ્યુલિન પૂરા પાડવામાં આવે છે અને દર ત્રણ મહિને ખાસ મેડિકલ કેમ્પનું આયોજન કરી નિષ્ણાંત તબીબો દ્વારા તપાસ અને માર્ગદર્શન આપવામાં આવે છે. સમગ્ર રાજ્ય માટે મહેસાણા મોડેલ બન્યું જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે મહેસાણા જિલ્લાની આ માનવીય અભિગમવાળી કામગીરીની રાજ્ય કક્ષાએ પણ નોંધ લેવામાં આવી છે. જેના ફલસ્વરૂપે હવે સમગ્ર ગુજરાતમાં જુવેનાઇલ ડાયાબિટીસના બાળકોના નિદાન અને સારવાર માટે 'SOP' તૈયાર કરવામાં આવી છે. જેનો લાભ રાજ્યભરના બાળકોને મળશે. આ ઉપરાંત ડાયાબિટીસ ધરાવતા બાળકોના માનસિક અને ઇમોશનલ સપોર્ટ માટે યોજાતા 'મધુમેલા' જેવા કાર્યક્રમોની વિગતો જાણી કેન્દ્રીય અધિકારીઓએ જિલ્લા વહીવટી તંત્રની કામગીરીની મુક્તકંઠે સરાહના કરી હતી.
    Click here to Read More
    Previous Article
    મહેસાણા 108ની ટીમે દાખવી પ્રમાણિકતા:અકસ્માતગ્રસ્ત દર્દીના રોકડા 11,500 અને મોબાઈલ પરિવારને પરત કર્યા
    Next Article
    ઝાડી-ઝાંખરામાંથી અજાણ્યા શખ્સનો કોહવાયેલો મૃતદેહ મળ્યો.:ધોરાજી ચોકડી નજીકથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી, મૃતદેહ કોહવાઈ ગયેલો હોવાથી પોલીસ દ્વારા ફોરેન્સિક પીએમની તજવીજ.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment