Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોર્ટને બોમ્બની ધમકી મળવાનો સિલસિલો યથાવત:ગઈકાલે અમદાવાદ મેટ્રો કોર્ટ બાદ આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને મળી બોમ્બની ધમકી, સોમવારે પણ મળી હતી ધમકી

    9 hours ago

    અમદાવાદની અદાલતોને બોમની ધમકી મળ્યાનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. હજુ ગઈકાલે જ અમદાવાદ મેટ્રો કોર્ટને બોમ્બની ધમકી મળી હતી. ત્યારબાદ ફરી આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઉલ્લેખનીય છે કે ગત સોમવારના રોજ અમદાવાદ ગ્રામીણ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટને પણ બોમની ધમકી મળી હતી. અટપટી ટેક્નોલોજીને ભેદીને ગુન્હેગારને પકડવો અઘરો બન્યો પોલીસે અગાઉ બોમ્બની ધમકી આપનાર એક મહિલા આરોપી અને વિશ્વાસ નામના પશ્ચિમ બંગાળના અને મૂળ બાંગ્લાદેશના યુવકને ઝડપી પાડ્યો છે તેમછતાં આ સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ત્યારે પોલીસ સમક્ષ આ ધમકી આપનારને ઝડપી પાડવો મોટો પડકાર છે. અટપટી ટેક્નોલોજીને ભેદીને ગુન્હેગારને પકડવો અઘરો બન્યો છે. કોઈ શંકાસ્પદ વસ્તુ કોર્ટ પરિસરમાંથી પોલીસે મળી આવી નથી અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બની ધમકી મળતા સ્થાનિક પોલીસ, બોમ્બ ડિટેકટ એન્ડ ડિસ્પોઝેબલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, ફાયર ફાઇટર્સ વગેરેએ ગ્રામ્ય કોર્ટ ઇન્કમટેક્સ ખાતે પહોંચીને કોર્ટમાં અને પરિસરમાં સઘન તપાસ હાથ ધરી છે. જો કે અત્યાર સુધીની ધમકીઓમાં કોઈ શંકાસ્પદ વસ્તુ કોર્ટ પરિસરમાંથી પોલીસે મળી આવી નથી, જે સુરક્ષા એજન્સીઓ માટે રાહતના શ્વાસ સમાન છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે કહ્યું- ઈરાનની સરકારના લોકોને મારવા સન્માનજનક:તેઓ ઘણા વર્ષોથી નિર્દોષોની હત્યા કરી રહ્યા છે; ન્યૂયોર્ક ટાઇમ્સ પર જૂઠાણું ફેલાવવાનો આરોપ લગાવ્યો
    Next Article
    'આદિવાસીઓએ ક્યારેય વિદેશી તાકાત સામે માથું ઝુકાવ્યું નથી':નેત્રંગમાં આદિવાસી સંમેલનમાં હર્ષ સંઘવીએ કહ્યું- 'તીર-કામઠાથી અંગ્રેજોનો ઘમંડ તોડ્યો હતો'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment