Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પે કહ્યું- ઈરાનની સરકારના લોકોને મારવા સન્માનજનક:તેઓ ઘણા વર્ષોથી નિર્દોષોની હત્યા કરી રહ્યા છે; ન્યૂયોર્ક ટાઇમ્સ પર જૂઠાણું ફેલાવવાનો આરોપ લગાવ્યો

    23 hours ago

    અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધનો આજે 14મો દિવસ છે. ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું કે ઈરાન સરકાર સાથે જોડાયેલા લોકોને મારવા એ તેમના માટે 'બહુ મોટું સન્માન' છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું કે અમેરિકા, ઈરાનની સરકારને દરેક રીતે નબળી પાડી રહ્યું છે. તેમના જણાવ્યા મુજબ અમેરિકા સૈન્ય અને આર્થિક રીતે ઈરાન પર દબાણ બનાવી રહ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાનની નૌકાદળ અને વાયુસેનાને ભારે નુકસાન થયું છે. તેમણે એમ પણ કહ્યું કે ઈરાનની મિઝાઈલ અને ડ્રોન ક્ષમતાને ઝડપથી ખતમ કરવામાં આવી રહી છે અને તેના ઘણા નેતાઓ માર્યા ગયા છે. ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે ઈરાન છેલ્લા 47 વર્ષથી દુનિયાભરમાં નિર્દોષ લોકોને મારી રહ્યું છે અને હવે હું અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યો છું. તેમણે અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સની પણ ટીકા કરી હતી. ટ્રમ્પે લખ્યું કે અમેરિકા, ઈરાનના શાસનને સૈન્ય, આર્થિક અને અન્ય રીતે પૂરેપૂરું બરબાદ કરી રહ્યું છે, પરંતુ જો કોઈ ન્યૂયોર્ક ટાઇમ્સ વાંચે તો તેને લાગશે કે અમેરિકા જીતી જ નથી રહ્યું. દાવો- ઈરાનના નવા સુપ્રીમ લીડરનો પગ કાપવો પડ્યો ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની ગંભીર રીતે ઘાયલ છે અને કોમામાં છે. બ્રિટિશ મીડિયા ધ સનની રિપોર્ટ અનુસાર, 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા-ઈઝરાયલના હુમલામાં ઘાયલ થયા બાદ તેમને તેહરાનની સિના યુનિવર્સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમની હાલત અત્યંત ગંભીર છે. રિપોર્ટ અનુસાર, હુમલામાં ઈજા એટલી ઊંડી હતી કે તેમનો એક પગ કાપવો પડ્યો અને લિવરને પણ ગંભીર નુકસાન થયું છે. હોસ્પિટલના એક ભાગને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યો છે અને ત્યાં ભારે સુરક્ષા તૈનાત છે. મુજતબા ખામેનીને તેમના પિતા અને ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ 9 માર્ચે દેશના નવા સુપ્રીમ લીડર બનાવવામાં આવ્યા હતા. અલી ખામેનેઈનું 28 ફેબ્રુઆરીએ અવસાન થયું હતું. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Jaishankar speaks with Iran foreign minister Araghchi as he calls for co-operation from BRICS amid West Asia conflict
    Next Article
    કોર્ટને બોમ્બની ધમકી મળવાનો સિલસિલો યથાવત:ગઈકાલે અમદાવાદ મેટ્રો કોર્ટ બાદ આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને મળી બોમ્બની ધમકી, સોમવારે પણ મળી હતી ધમકી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment