Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગરમીથી બચવા જનસેવા કેન્દ્રોના સમયમાં ફેરફાર:કલેક્ટર કચેરીનો નિર્ણય, અધિક કલેક્ટર કે.આર. પટેલે જાહેરાત કરી

    12 hours ago

    ગરમીના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને, નાગરિકોને હીટવેવની પ્રતિકૂળ અસરોથી બચાવવા માટે કલેક્ટર કચેરી દ્વારા જનસેવા કેન્દ્રો અને આધાર કેન્દ્રોના કાર્યકાળના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નિર્ણય અધિક કલેક્ટર કે.આર. પટેલ દ્વારા લેવામાં આવ્યો છે. આ ફેરફાર જિલ્લાની કલેક્ટર કચેરી, તમામ તાલુકાના જનસેવા કેન્દ્રો, ઇ-ધરા કેન્દ્રો તેમજ બેંક અને પોસ્ટ ઓફિસમાં કાર્યરત તમામ આધાર કેન્દ્રોને લાગુ પડશે. અગાઉ આ કેન્દ્રો સવારે 10:30 થી સાંજના 6:10 કલાક સુધી કાર્યરત હતા. નવા નિર્ધારિત સમય મુજબ, હવે આ કેન્દ્રો સવારે 9 થી બપોરે 1 કલાક સુધી અને ત્યારબાદ બપોર પછી 4 થી સાંજના 6 કલાક સુધી જનતા માટે ખુલ્લા રહેશે. બપોરે 1 થી 4 દરમિયાનના અસહ્ય તાપના સમયગાળામાં જાહેર જનતાની કામગીરી બંધ રહેશે, જેથી હીટવેવની સીધી અસરથી બચી શકાય. આ નવું સમયપત્રક 13 માર્ચ, 2026 થી 31 મે, 2026 સુધી અમલમાં રહેશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ સંબંધિત અધિકારીઓ, કર્મચારીઓ અને જાહેર જનતાને આ સમયગાળાની નોંધ લેવા નિવાસી અધિક કલેક્ટર કે. આર. પટેલ દ્વારા જણાવાયું છે, જેથી અરજદારોને મુશ્કેલી ન પડે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં 15 વર્ષથી જૂના સરકારી વાહનો સ્ક્રેપ થશે:જૂના વાહનોનો જાળવણી ખર્ચ અને કાર્યક્ષમતાને ધ્યાને રાખી નિર્ણય લેવાયો, રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી
    Next Article
    પાટણમાં યુવકની હત્યા: પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો.:હત્યારાઓની ધરપકડની માંગ સાથે ધારપુર સિવિલમાં ટોળા ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment