Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં યુવકની હત્યા: પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો.:હત્યારાઓની ધરપકડની માંગ સાથે ધારપુર સિવિલમાં ટોળા ઉમટ્યા

    11 hours ago

    પાટણના નીલમ સિનેમા પાસે થયેલા ફાયરિંગમાં યુવકના મોત બાદ 24 કલાક વીતી ગયા હોવા છતાં ગતિરોધ યથાવત છે. હત્યારાઓની ધરપકડ ન થાય ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. આ મામલે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગત દિવસે પાટણ શહેરના નીલમ સિનેમા વિસ્તારમાં થયેલા ફાયરિંગની ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને 24 કલાકથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હત્યારાઓની ધરપકડ થઈ નથી. આથી પરિવારે હત્યારાને પકડવાની પોતાની માંગ પર અડગ રહીને મૃતદેહનો કબજો લેવાનો ઇનકાર કર્યો છે. હાલમાં મૃતકની લાશ ધારપુર સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં રાખવામાં આવી છે. મૃતકના પરિવારજનો અને સમાજના અગ્રણીઓની માંગ છે કે જ્યાં સુધી મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં ન આવે ત્યાં સુધી અંતિમ સંસ્કાર માટે દેહનો કબજો લેવામાં આવશે નહીં. આ માંગ સાથે વહેલી સવારથી જ ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ધારપુર ખાતે DYSP સહિત પોલીસની વિવિધ ટીમો અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓ દ્વારા પરિવાર અને સમાજના આગેવાનો સાથે સતત બેઠકો કરી તેમને સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ પરિવારે પોતાની માંગ પર મક્કમ રહીને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર યથાવત રાખ્યો છે. પોલીસે આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી હોવાનું જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગરમીથી બચવા જનસેવા કેન્દ્રોના સમયમાં ફેરફાર:કલેક્ટર કચેરીનો નિર્ણય, અધિક કલેક્ટર કે.આર. પટેલે જાહેરાત કરી
    Next Article
    Girnar Ambaji Temple Controversy |ગિરનાર અંબાજી મંદિરમાં પૂજારી પૈસા ચોરતા હોવાના CCTV વાયરલ| News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment