Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ત્રણ દિવસથી લાઈન જોઈને જાઉ છું, આજે બોટલ લેવી છે':વડોદરામાં ઘરેલુ ગેસ સિલિન્ડર માટે એજન્સી આગળ લાંબી-લાંબી કતારો, ગ્રાહકો એક-એક બોટલ માટે તરસી રહ્યા છે

    11 hours ago

    છેલ્લા કેટલાય દિવસોથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત વચ્ચે ઘરેલુ ગેસ ઉપયોગ લેતા ગ્રાહકોમાં પણ ફફડાટ ફેલાતા એક એક બોટલ માટે તરસી રહ્યા છે. આજે સત્તત ત્રીજા દિવસે વડોદરામાં ગેસ એજન્સી આગળ લાંબીલંબી કતારો જોવા મળી રહી છે. જોકે, આ લોકો જાતે બુક જાળવી પાવતી મેળવવા માટે લાઈનમાં ઊભા રહેતા હોવાનું એજન્સીએ જણાવ્યુ હતું. વિવિધ ગેસ એજન્સીઓ પર સવારથી જ ગ્રાહકોની લાઈન અમેરિકા -ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે ગેસની અછત ઉભી થશે એવી સંભાવના જોવા મળી રહી છે. જેના કારણે ઘરેલું ગેસ મેળવવા માટે લોકો એજન્સીઓના ધક્કા ખાઈ રહ્યા છે. વડોદરાની વિવિધ ગેસ એજન્સીઓ ઉપર સવારથી જ લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. વડોદરાવાસીઓ ગેસની અછત ઉભી થશે એવી ધારણા સાથે ઘરમાં રહેલો બીજો સિલિન્ડર પણ ભરાવી રહ્યા છે. કેટલાક લોકોને એજન્સી પર ભરોસો નથી એટલે જાતે જ એજન્સી પર જઈ પાવતી મેળવી ગોડાઉન પર જઈ બોટલ મેળવી લે છે. બજારમાં ખોટી માહિતી ફેલાવાના કારણે બુકિંગનો આંકડો 8 હજારથી 12 હજારે પહોંચ્યો વડોદરા શહેર અને જિલ્લામાં હાલ કુલ મળી 5.44 લાખ જેટલા ઘરેલું ગેસ કનેક્શન અને 12 હજાર જેટલા વાણિજ્ય હેતુના ગેસ કનેક્શન ધારકો છે. હાલમાં IOCL દ્વારા 6 હજાર, SPCL દ્વારા 5 હજાર અને BPCL દ્વારા 3700 જેટલા સિલિન્ડર ફિલિંગ કરવામાં આવે છે. સામાન્ય દિવસોમાં પ્રતિદિન એકંદરે 8 હજાર જેટલા બૂકિંગ આવે છે. તેની સામે પ્રતિદિન ત્રણેય કંપની દ્વારા 14,700 બોટલ રિફિલ કરવામાં આવે છે. મતલબ કે, માંગની સામે ફિલિંગની ક્ષમતા વધુ છે. હવે બજારમાં ખોટી માહિતી ફેલાવાના કારણે છેલ્લા કેટલાક દિવસોમાં બુકિંગની સંખ્યા વધીને 12 હજાર જેટલી થઇ ગઇ છે. એટલે, આ બાબતને ધ્યાને રાખી કોઇ ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી. 'ત્રણ દિવસથી ધક્કા ખાઉં છું, લાઇન જોઈને જતો રહું છું' સવારથી લાંબી કતારમાં ઉભેલા ગ્રાહક રિતેશ શાહે જણાવ્યું હતું કે,અહીંયા બહુ તકલીફ પડે છે, ત્રણ દિવસથી ધક્કા ખાઉં છું. લાઇન જોઈને જતો રહું છું. આજે નક્કી કર્યું કે ભલે ગમે તે થાય લાઈનમાં ઊભા જ રહેવું છે. આટલા તાપમાં પણ લાઈનમાં ઊભા રહેવું પડે છે. ગરમી સખત પડી રહી છે. અત્યારે ઓનલાઇન બુકિંગમાં પણ આ લોકોનું સર્વર ડાઉન છે, એટલે બુકિંગ નથી થતું. મેં બુકિંગ કરાવ્યું છે છતાં પાવતી મેળવીશ તો જ બોટલ મળશે તેવું અહીંથી જાણવા મળ્યું છે. ‘એક કલાકથી ઊભો છું હજુ સુધી મારો વારો આવ્યો નથી’ અન્ય એક ગ્રાહક ઓમપ્રકાશભાઈએ જણાવ્યું હતું કે, અહીંયા ખૂણાઓ મુશ્કેલી પડી રહી છે. લાઈન તો ખૂબ જ છે. એક કલાકથી વધુ સમય થયો પરંતુ, લાઈન પૂરી થતી નથી. અમુક લોકોનું બુકિંગ થાય છે અને કેટલાકનું થતું નથી. બુકિંગ વગર બોટલ મળતી નથી એટલે બે દિવસ એમને એમ થઈ ગયા છે. બુકિંગ કર્યા પછી આપણને પાવતી આપે છે તે લઈને જવું પડે છે. તેઓ આપવા આવે તો પણ 15-20 દિવસ જેટલો સમય લાગશે. ‘હું જેટલી વખત ઓનલાઇન કરાવું છું તેટલી વાર પાવતી ફાડીને ઘરે આપી જાય’ અન્ય એક ગ્રાહક મહેશભાઈ બોધવાનીએ જણાવ્યું હતું કે, હું વારસિયાનો રહેવાસી છું. અને હું જેટલી વખત ઓનલાઇન કરાવું છું તેટલી વાર પાવતી ફાડીને ઘરે આપી જાય છે. બીજા કે ત્રીજા દિવસમાં આવી જાય છે. આ લોકો સમજતા નથી. આ લોકોને અત્યારે એવું કહે છે કે તમે લોકો અહીંયા પાવતી ફડાવો એના પછી તમારે 15 દિવસમાં આવશે તે વાત શક્ય નથી.
    Click here to Read More
    Previous Article
    સુરત ફેમિલી કોર્ટમાં મહિલા પર એસિડ-એટેક:ભરણપોષણના કેસમાં આવેલા વૃદ્ધે પત્ની પર એસિડ ફેંક્યું, પોતે પણ ઝેર ગટગટાવ્યું
    Next Article
    પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નવસારી પહોંચ્યા:પરિવાર સાથે સર્કિટ હાઉસ ખાતે આગમન, કલેકટરે આવકાર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment