Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત ફેમિલી કોર્ટમાં મહિલા પર એસિડ-એટેક:ભરણપોષણના કેસમાં આવેલા વૃદ્ધે પત્ની પર એસિડ ફેંક્યું, પોતે પણ ઝેર ગટગટાવ્યું

    10 hours ago

    સુરતની ફેમિલી કોર્ટમાં આજે 13 માર્ચે એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. સુરત જિલ્લા સેવા સદનના પાંચમા માળે આવેલી નામદાર 6 નંબરની કોર્ટમાં વૃદ્ધ પતિએ પત્ની પર એસિડ-એટેક કર્યો છે. બન્ને દંપતીનો ભરણપોષણનો કેસ ચાલતો હોવાથી આવ્યાં હતાં. આ સમયે વૃદ્ધ પતિએ આગળની હરોળમાં બેઠેલી પત્ની પર એસિડ ફેંક્યું હતું. ઘટના સમયે મહિલાની આસપાસમાં બેઠેલા વકીલોને પણ એસિડના છાંટા ઉડ્યાં હતાં. આ ઘટનાને અંજામ આપ્યાં બાદ વૃદ્ધ પતિએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઘટનાને પગલે કોર્ટ પરિચરમાં ભાગદોડ મચી જવા પામી હતી. હાલમાં દંપતિને સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યું છે. આ મામલે પોલીસે સ્થળેથી એસિડની બોટલ સહિતની વસ્તુ જપ્ત કરી કાર્યવાહી શરૂ કરી છે. પાછળ જોયું તો પતિ તેની પત્ની પર એસિડ નાખી રહ્યો હતો, અમને પણ છાંટ ઉડ્યાંઃ વર્ષા પટેલ આ ઘટનાને નજરે જાનારા મહિલા વકીલ વર્ષા પટેલે જણાવ્યું કે, કૃષ્ણાબેન જોડે અમે આગળની હરોળમાં બેઠા હતા અને અમારી પાછળ આ જે બેન ઉપર એસિડ-એટેક થયો તે બેઠા હતાં. એમની પાછળ જ તેમના પતિ પણ બેઠા હતા. અચાનક અમારી પાછળથી ચીસાચીસ થઈ અને એસિડના છાંટા અમારી ઉપર પણ પડ્યાં. થોડી બળતરા થવા જેવું લાગ્યું અને એસિડની સ્મેલ આવી એટલે પાછળ ફરીને અમે જોયું, તો પેલા હસબન્ડે મહિલા પર બોટલથી એસિડ નાખી રહ્યા હતા. એમના મોઢા પર એસિડ પડ્યું હતું અને એ બેનની એક તરફની આંખ બંધ થઈ ગઈ હતી. અમને છાંટા ઉડ્યા એટલે જે-તે ટાઈમે થોડી બળતરા થઈ હતી, અત્યારે કંઈ નથી. બંનેની ઉંમર 65થી 70ની હશે, કદાચ બહેનનો ખોરાકીનો કેસ ચાલતો હતોઃ ક્રિષ્ના ગાંધી અન્ય વકીલ ક્રિષ્ના ગાંધીએ જણાવ્યું કે, અમે નામદાર 6 નંબરની કોર્ટમાં બગ્ગા સાહેબની કોર્ટમાં બેસેલા હતા. હું અને બીજા મારા કલીગ એડવોકેટ્સ બેઠેલા હતા. અમારી પાછળ બધા પક્ષકારો બેઠેલા હતા. પક્ષકારોમાં એક લેડી હતા અને એમની પાછળ એમના હસબન્ડ હતા. એ બહેનનો કદાચ ખોરાકીનો કેસ ચાલતો હતો અને એમાં પેલા ભાઈએ આવીને એમની ઉપર એસિડ નાખ્યું. અમારી ઉપર છાંટા ઉડ્યા પણ ત્યારે અમને ખબર નથી પડી કે પહેલા શું થયું. પછી પાછળથી ચીસાચીસ થઈ કે એસિડ નાખ્યું, આ થયું અને પછી થોડો ટાઈમ રહીને બર્નિંગ થયું અને સ્મેલ આવી ત્યારે ખબર પડી કે એમના હસબન્ડે એમની ઉપર એસિડ નાખ્યું છે. બંનેની ઉંમર 65થી 70 વર્ષની આજુબાજુ હશે. અમે જોયું તો મહિલાને બહુ બર્નિંગ થતું હતું. એવું પણ સાંભળ્યું છે કે, એ ભાઈએ પણ પોતે કંઈક દવા પીધી છે. 5 મહિના પહેલાં અમદાવાદમાં પત્નીએ પતિ પર એસિડ-એટેક કર્યો હતો આજથી પાંચ મહિના પહેલાં અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં એસિડ-એટેકની ઘટના સામે આવી હતી. સામાન્ય રીતે પુરુષ દ્વારા મહિલા પર એસિડ-એટેકની ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ આ કિસ્સામાં તો પત્નીએ જ પોતાના પતિ પર એસિડ ફેંક્યું હતું. આરોપી મહિલાએ પતિના અન્ય સ્ત્રીઓ સાથે સંબંધની શંકા રાખી એસિડ-એટેક કર્યો હતો. આ એસિડ-એટેકમાં ભોગ બનનાર પતિ શરીરથી નીચેના ભાગે ગંભીર રીતે દાઝ્યો હતો. સેટેલાઈટ પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    દુબઈમાં બુર્જ ખલીફા પાસે ફરી ઈરાનનો ડ્રોન હુમલો:ઈરાની નેવીએ કહ્યું-હોર્મુઝમાંથી પસાર થતા જહાજો અમારી સાથે વાત કરે; દાવો-અમેરિકી એરક્રાફ્ટ કેરિયર પર મિસાઈલ હુમલો
    Next Article
    'ત્રણ દિવસથી લાઈન જોઈને જાઉ છું, આજે બોટલ લેવી છે':વડોદરામાં ઘરેલુ ગેસ સિલિન્ડર માટે એજન્સી આગળ લાંબી-લાંબી કતારો, ગ્રાહકો એક-એક બોટલ માટે તરસી રહ્યા છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment