Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુબઈમાં બુર્જ ખલીફા પાસે ફરી ઈરાનનો ડ્રોન હુમલો:ઈરાની નેવીએ કહ્યું-હોર્મુઝમાંથી પસાર થતા જહાજો અમારી સાથે વાત કરે; દાવો-અમેરિકી એરક્રાફ્ટ કેરિયર પર મિસાઈલ હુમલો

    22 hours ago

    અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધનો આજે 14મો દિવસ છે. યુદ્ધના કારણે જહાજો હોર્મુઝ રૂટ પરથી પસાર થઈ શકતા નથી. હવે ઈરાને કહ્યું છે કે આ રૂટ પરથી પસાર થતા જહાજોએ પહેલા તેમની નેવી સાથે વાત કરવી પડશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બગાઈએ જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ ઈરાન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સમુદ્રમાં સુરક્ષા જાળવી રાખવા માટે આ જરૂરી છે. હોર્મુઝ વિશ્વનો ખૂબ જ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે અને અહીંથી દરરોજ લગભગ 130 જહાજો પસાર થાય છે. તે જ સમયે, ઈરાને દાવો કર્યો છે કે તેમણે અમેરિકાના મોટા એરક્રાફ્ટ કેરિયર USS અબ્રાહમ લિંકન પર મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હુમલામાં જહાજને ભારે નુકસાન થયું છે. તે ફારસની ખાડીમાં તૈનાત હતું. ઈરાની સેનાના સ્પેશિયલ યુનિટ ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)નું કહેવું છે કે હુમલા બાદ આ એરક્રાફ્ટ કેરિયર હવે પાછળ હટી રહ્યું છે અને અમેરિકા તરફ પાછું ફરી રહ્યું છે. જોકે, અત્યાર સુધી અમેરિકી સરકાર કે સેના તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. દાવો- ઈરાનના નવા સુપ્રીમ લીડરનો પગ કાપવો પડ્યો ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની ગંભીર રીતે ઘાયલ છે અને કોમામાં છે. બ્રિટિશ મીડિયા ધ સનની રિપોર્ટ અનુસાર, 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા-ઈઝરાયલના હુમલામાં ઘાયલ થયા બાદ તેમને તેહરાનની સિના યુનિવર્સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમની હાલત અત્યંત ગંભીર છે. રિપોર્ટ અનુસાર, હુમલામાં ઈજા એટલી ઊંડી હતી કે તેમનો એક પગ કાપવો પડ્યો અને લિવરને પણ ગંભીર નુકસાન થયું છે. હોસ્પિટલના એક ભાગને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યો છે અને ત્યાં ભારે સુરક્ષા તૈનાત છે. મુજતબા ખામેનીને તેમના પિતા અને ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીના મૃત્યુ બાદ 9 માર્ચે દેશના નવા સુપ્રીમ લીડર બનાવવામાં આવ્યા હતા. અલી ખામેનેઈનું 28 ફેબ્રુઆરીએ અવસાન થયું હતું. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Iran war: As oil prices soar, why US is considering pausing a century-old maritime rule
    Next Article
    સુરત ફેમિલી કોર્ટમાં મહિલા પર એસિડ-એટેક:ભરણપોષણના કેસમાં આવેલા વૃદ્ધે પત્ની પર એસિડ ફેંક્યું, પોતે પણ ઝેર ગટગટાવ્યું

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment