Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નવસારી પહોંચ્યા:પરિવાર સાથે સર્કિટ હાઉસ ખાતે આગમન, કલેકટરે આવકાર્યા

    12 hours ago

    ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે સપરિવાર નવસારીની મુલાકાતે આવ્યા છે. તેઓ નવસારીના સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા કલેક્ટર શિપ્રા આગ્રેએ પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કર્યું હતું. પૂર્વ રાષ્ટ્રપતિ 15 માર્ચના રોજ સુરત ખાતે આયોજિત એક અભિવાદન કાર્યક્રમમાં હાજરી આપવાના છે, તે પૂર્વે તેઓ નવસારી આવ્યા છે. એવી પણ ચર્ચા છે કે તેઓ નવસારીમાં પોતાના મિત્રને મળવા આવ્યા છે. તેઓ પરિવાર સાથે નવસારીના ઐતિહાસિક અને પર્યટન સ્થળોની મુલાકાત લઈ શકે છે. તેમની મુલાકાતને પગલે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા તથા પ્રોટોકોલ મુજબની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રામનાથ કોવિંદ 13 માર્ચના રોજ નવસારીમાં રોકાણ કર્યા બાદ સુરતના કાર્યક્રમમાં હાજરી આપશે.
    Click here to Read More
    Previous Article
    'ત્રણ દિવસથી લાઈન જોઈને જાઉ છું, આજે બોટલ લેવી છે':વડોદરામાં ઘરેલુ ગેસ સિલિન્ડર માટે એજન્સી આગળ લાંબી-લાંબી કતારો, ગ્રાહકો એક-એક બોટલ માટે તરસી રહ્યા છે
    Next Article
    Surat Food Department News | સુરતના ઉત્તરાણ વિસ્તારમાં નકલી ઘીનો મોટો કૌભાંડનો પર્દાફાશ | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment