Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિપક્ષે પાલનપુર નગરપાલિકા સભામાં નકલી નોટો ઉછાળી:વિકાસકાર્યોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો; પ્રમુખે કહ્યું- ડુપ્લીકેટ માણસોએ ડુપ્લીકેટ નોટો ઉછાળી

    10 hours ago

    બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નગરપાલિકાની છેલ્લી સાધારણ સભામાં વિપક્ષે વિકાસકાર્યોમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા. વિરોધ પ્રદર્શિત કરવા માટે વિપક્ષના સભ્યોએ સભામાં નકલી નોટો ઉછાળી હતી. વિકાસકાર્યોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવો આ સભામાં સત્તાધારી પક્ષે પોતાની બહુમતીના જોરે વિવિધ વિકાસકાર્યોને મંજૂરી આપી હતી. જોકે, વિપક્ષે આ કાર્યોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવો કર્યો હતો. ‘ડુપ્લીકેટ માણસોએ ડુપ્લીકેટ નોટો ઉછાળી’ : પ્રમુખ આક્ષેપો અંગે નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકીએ વિપક્ષના દાવાઓને ફગાવી દીધા હતા. તેમણે જણાવ્યું હતું કે, ડુપ્લીકેટ માણસોએ ડુપ્લીકેટ નોટો ઉછાળી છે. ‘વિપક્ષે રોડ પર જઈ તપાસ કરી પછી વાત કરવી જોઈએ’ પ્રમુખ સોલંકીએ વધુમાં ઉમેર્યું હતું કે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવા એ વિપક્ષનું કામ છે. તેમણે વિપક્ષને સલાહ આપી કે, વિપક્ષે રોડ પર જઈને તપાસ કરીને વાત કરવી જોઈએ, માત્ર જનરલ બોર્ડમાં આવીને બૂમો પાડવી અને મીડિયા સામે આવવું એ તેમનું કામ છે. ‘ભાજપ શાસિત નગરપાલિકાએ ભ્રષ્ટાચાર સિવાય કશું કર્યું નથી’ : વિપક્ષ પાલિકા કોંગ્રેસ કોર્પોરેટર સરફરાઝ સિંધીએ જણાવ્યું હતું કે, પાંચ વર્ષમાં ભાજપ શાસિત નગરપાલિકાએ ભ્રષ્ટાચાર સિવાય કશું કર્યું નથી. તેમણે સ્ટ્રીટ લાઈટના કોન્ટ્રાક્ટમાં અનિયમિતતાનો આરોપ લગાવ્યો હતો, જેમાં વાર્ષિક 23 લાખના મેન્ટેનન્સ સામે 1 કરોડ 7 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનો દાવો કર્યો. સિંધીએ 12 કરોડના માનસરોવર પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને સ્ટ્રીટ લાઈટના કોન્ટ્રાક્ટને પણ ભ્રષ્ટાચાર સાથે જોડ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે, આ તમામ કાર્યોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે.
    Click here to Read More
    Previous Article
    ઇઝરાયલ-ગલ્ફના તણાવથી સુરતમાં પાણી પણ મોંઘુ થયું!:10ની પાણીની બોટલ 15ની તો જારના ભાવ 125થી 180એ પહોંચ્યા, પ્લાસ્ટિક મોંઘું થતા વેપારીઓ અને પ્લાન્ટ સંચાલકોએ વધારો ઝિંક્યો
    Next Article
    ઘરના ઝઘડામાં છોડાવવા ગયેલી પોલીસ પર હુમલો, VIDEO:વડોદરામાં નશામાં ધૂત યુવકે ડ્રાઇવર સાથે ઝપાઝપી કરી છાતીમાં મુક્કો માર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment