Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત ફેમિલી કોર્ટમાં મહિલા પર એસિડ-એટેક:પતિ-પત્ની છૂટાછેડાના કેસ માટે જિલ્લા સેવા સદનમાં આવ્યા હતાં

    12 hours ago

    સુરતની ફેમિલી કોર્ટમાં આજે એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં એક મહિલા પર એસિડ એટેક કરવામાં આવ્યો છે. હાલમાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી છે. ઘટનાને પગલે કોર્ટ પરિચરમાં ભાગદોડ મચી જવા પામી હતી. સુરત જિલ્લા સેવા સદનના પાંચમા માળે આ ઘટના બની હતી, જ્યાં પતિ-પત્ની છૂટાછેડાના કેસ માટે આવ્યા હતા. આ મામલે પોલીસે એસિડ ફેકનાર સામે કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, છુટાછેડાના કેસ માટે આવેલાં વૃદ્ધે પત્ની પર એસિડ ફેંક્યું હતું. જે બાદ તેણે પર ઝેર ગટગટાવી લીધુ હતું. બન્નેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ.… 5 મહિના પહેલાં અમદાવાદમાં પત્નીએ પતિ પર એસિડ-એટેક કર્યો હતો આજથી પાંચ મહિના પહેલાં અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં એસિડ-એટેકની ઘટના સામે આવી હતી. સામાન્ય રીતે પુરુષ દ્વારા મહિલા પર એસિડ-એટેકની ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ આ કિસ્સામાં તો પત્નીએ જ પોતાના પતિ પર એસિડ ફેંક્યું હતું. આરોપી મહિલાએ પતિના અન્ય સ્ત્રીઓ સાથે સંબંધની શંકા રાખી એસિડ-એટેક કર્યો હતો. આ એસિડ-એટેકમાં ભોગ બનનાર પતિ શરીરથી નીચેના ભાગે ગંભીર રીતે દાઝ્યો હતો. સેટેલાઈટ પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    શેરબજાર ધડામ...સેન્સેક્સમાં 1300 પોઈન્ટનો કડાકો:74,750 પર ટ્રેડ કરી રહ્યો છે, નિફ્ટી 400 પોઈન્ટ તુટ્યો, મેટલ અને બેંકિંગ શેરોમાં સૌથી વધુ વેચવાલી
    Next Article
    વૃદ્ધાને આપઘાત માટે મજબૂર કરવાના કેસ:મોરબીમાં મહિલા સહિત 8 આરોપી જેલ હવાલે, મૃતક વૃદ્ધાની સુસાઈડ નોટના આધારે તપાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment