Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેરબજાર ધડામ...સેન્સેક્સમાં 1300 પોઈન્ટનો કડાકો:74,750 પર ટ્રેડ કરી રહ્યો છે, નિફ્ટી 400 પોઈન્ટ તુટ્યો, મેટલ અને બેંકિંગ શેરોમાં સૌથી વધુ વેચવાલી

    14 hours ago

    અમેરિકા-ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે, આજે 12 માર્ચે શેરબજારમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 1300 પોઈન્ટ (1.67%) ઘટીને 74,750 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ 400 પોઈન્ટ (1.80%) ઘટીને 23,200 પર આવી ગયો છે. આજે મેટલ અને બેંકિંગ શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. FMCG શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલના તીવ્ર ઘટાડા પછી, શુક્રવાર, 13 માર્ચના રોજ શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યું હતું. ઈરાનમાં યુદ્ધની ધમકી અને ક્રૂડ ઓઈલના આસમાને પહોંચતા ભાવે રોકાણકારોની ઊંઘ ઉડાડી દીધી છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો થયો, જેના કારણે વેચવાલી જોવા મળી. બજારમાં ઘટાડા માટે ત્રણ મુખ્ય કારણો 1. યુએસ-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધે સપ્લાય ચેન ખોરવી નાખી છે. 2. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાથી ભારતના આયાત બિલ અને મોંઘવારીમાં વધારો થશે. 3. યુએસ અને એશિયન બજારોમાં ઘટાડાથી ભારત પર અસર થશે. એશિયન બજાર અપડેટ દક્ષિણ કોરિયા: કોસ્પી ઇન્ડેક્સ 1.66% (92 પોઈન્ટ) ઘટીને 5,490 પર ટ્રેડ થઈ રહ્યો છે. (પાછલો બંધ: 5,583.25) જાપાન: નિક્કેઈ ઇન્ડેક્સ 1.04% (568 પોઈન્ટ) ઘટીને 53,884 પર ટ્રેડ થઈ રહ્યો છે. (પાછલો બંધ: 54,452.96) હોંગકોંગ: હેંગ સેંગ ઇન્ડેક્સ 0.48% (123 પોઈન્ટ) ઘટીને 25,593 પર ટ્રેડ થઈ રહ્યો છે. (પાછલો બંધ: 25,716.76) ચીન: શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.22% (8.97 પોઈન્ટ) ઘટીને 4,120 પર ટ્રેડ થઈ રહ્યો છે. (પાછલો બંધ: 4,129.10) 12 માર્ચે યુએસ બજારોમાં ઘટાડો થયો ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 739 પોઇન્ટ (1.56%) ઘટીને 46,677 પર બંધ થયો. ટેક-આધારિત નાસ્ડેક કમ્પોઝિટ ઇન્ડેક્સ 1.78% ઘટીને 22,311 પર બંધ થયો. એસ એન્ડ પી 500 ઇન્ડેક્સ 103 પોઇન્ટ (1.52%) ઘટીને 6,672 પર બંધ થયો. ક્રૂડ ઓઇલ $100ને પાર ટ્રેડ કરી રહ્યું છે આજે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે. બ્રેન્ટ ક્રૂડ $100 પ્રતિ બેરલની નજીક ટ્રેડ કરી રહ્યું છે. અગાઉ, 9 માર્ચે, બ્રેન્ટ ક્રૂડ $120 પર પહોંચી ગયું હતું. રોકાણકારોએ ગઈકાલે ₹2 લાખ કરોડ ગુમાવ્યા ગઈકાલ, ગુરુવાર, 12 માર્ચ, બજાર માટે ખરાબ દિવસ રહ્યો. સેન્સેક્સ 829.29 પોઈન્ટ ઘટીને 76,034.42 પર બંધ થયો. આ ઘટાડાને કારણે રોકાણકારોએ એક જ દિવસમાં લગભગ ₹2 લાખ કરોડ ગુમાવ્યા. વિદેશી રોકાણકારો (FII) એ પણ ગઈકાલે બજારમાંથી ભારે પીછેહઠ કરી, આશરે ₹7,049.87 કરોડના શેર વેચ્યા. મિડલ ઈસ્ટ યુદ્ધના કારણે ₹23 લાખ કરોડ ડુબ્યા મિડલ ઈસ્ટમાં તણાવ ફાટી નીકળ્યા પછી, ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓને કારણે છેલ્લા કેટલાક દિવસોમાં BSE સેન્સેક્સ 5,252 પોઈન્ટ (6.46%)થી વધુ ઘટ્યો છે. એટલું જ નહીં, લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 463 લાખ કરોડ રૂપિયાથી ઘટીને લગભગ 440 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. જ્યારે, 27 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં રોકાણકારોની સંપત્તિમાં 23.44 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.
    Click here to Read More
    Previous Article
    કુલદીપ યાદવના લગ્નઃ ધોની, રિંકુ સિંહ મસૂરી પહોંચ્યા:યુઝવેન્દ્ર ચહલ, કૈલાશ ખેર પણ સામેલ; સાંજે સંગીત અને કોકટેલ પાર્ટી
    Next Article
    સુરત ફેમિલી કોર્ટમાં મહિલા પર એસિડ-એટેક:પતિ-પત્ની છૂટાછેડાના કેસ માટે જિલ્લા સેવા સદનમાં આવ્યા હતાં

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment