Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદના જેકે લોટસ પાર્ટી પ્લોટ પર બુલડોઝર:બિનપરવાનગી બાંધકામ તોડાયું, હાઈકોર્ટની મુદત છતાં પુરાવા રજૂ ન થતા કાર્યવાહી કરાઈ

    10 hours ago

    આણંદ શહેરમાં જેકે લોટસ પાર્ટી પ્લોટ ખાતે મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મનપાની એસ્ટેટ વિભાગની ટીમે બિનપરવાનગીથી કરાયેલું બાંધકામ તોડી પાડ્યું હતું. અગાઉ, આ પાર્ટી પ્લોટ પાસે બિલ્ડિંગ યુઝ (BU) અને ફાયર સેફ્ટીની જરૂરી પરવાનગીઓ ન હોવાથી મનપાએ નોટિસ ફટકારી તેને સીલ કર્યું હતું. આ મામલે સંચાલકો હાઈકોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટે સંચાલકોને 1 માર્ચ 2026 સુધીમાં જરૂરી પરવાનગીઓ મેળવી લેવા માટે મુદત આપી હતી. જોકે, કોર્ટ દ્વારા અપાયેલી મુદત પૂર્ણ થવા છતાં અને મનપા દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં સંચાલકોએ કોઈ પરવાનગીના પુરાવા રજૂ કર્યા નહોતા. હાઈકોર્ટનો સ્ટે હટતા જ મહાનગરપાલિકાએ કાયદાની કલમ 260 હેઠળ આખરી નોટિસ આપી હતી. તેમ છતાં કોઈ પ્રત્યુત્તર ન મળતા, મનપાની ટીમે સ્થળ પર પહોંચીને અનઅધિકૃત બાંધકામ તોડી પાડ્યું હતું. મનપાની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વોમાં કાયદાના પાલન અંગે ગંભીરતાનો સંદેશ પહોંચ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વીજબિલ વસૂલાત માટે મેગા ડિસકનેક્શન ડ્રાઈવ:MGVCL દ્વારા માર્ચ અંત સુધીમાં બાકી પડતા બિલ વસૂલવા માટે ખાસ ડ્રાઈવ
    Next Article
    સુરેન્દ્રનગર મેઘાણીબાગમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો:પ્રજાને ઘરઆંગણે સરકારી સેવાઓનો લાભ મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment