Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર મેઘાણીબાગમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો:પ્રજાને ઘરઆંગણે સરકારી સેવાઓનો લાભ મળ્યો

    8 hours ago

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ઉત્તર ઝોન કચેરી, મેઘાણીબાગ ખાતે મહાનગરપાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને ઘરઆંગણે રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ અને સેવાઓનો લાભ પૂરો પાડવાનો હતો. રાજ્ય સરકાર વહીવટી કાર્યક્ષમતા, પારદર્શિતા, સંવેદનશીલતા અને જવાબદારીપૂર્વકતાને પ્રાધાન્ય આપે છે, જેથી પ્રજાને સરકારી યોજનાઓનો સતત લાભ મળતો રહે. આ જ ભાવના સાથે "સરકાર તમારા આંગણે"ના હાર્દ સાથે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી અનેક યોજનાઓના અમલીકરણ દ્વારા નાગરિકોના પડખે ઊભા રહેવાની સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'કોઈપણ વ્યક્તિ ઘરવિહોણા ન હોય' તેવા સ્વપ્નને સાકાર કરવા માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ નવી બનેલી મહાનગરપાલિકાઓમાં સૌથી વધુ આવાસ ફાળવણીની પ્રશંસનીય કામગીરી કરી છે. મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણેએ જણાવ્યું હતું કે, સેવાસેતુ કાર્યક્રમ એટલે સરકારના વિવિધ વિભાગોની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવાનું આયોજન. તેમણે ઉમેર્યું હતું કે હાલમાં બે સિનિયર સિટીઝન સેન્ટર કાર્યરત છે, અને ભવિષ્યમાં દુધરેજ તથા રતનપર-જોરાવરનગર ખાતે વધુ બે સેન્ટર શરૂ કરાશે. મહાનગરપાલિકાની 60 ટકા સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે, જે ટૂંક સમયમાં 100 ટકા કરાશે. કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, ગત વર્ષના બજેટમાં રજૂ કરાયેલા પાણી પુરવઠા અને રોડ-રસ્તા સહિતના શહેરી વિકાસના કામો ટૂંક સમયમાં શરૂ થશે. આ વર્ષે પણ મહાનગરપાલિકા 'સ્વચ્છ, સુંદર, ઐતિહાસિક અને વિકસિત સુરેન્દ્રનગર'ની થીમ પર બજેટ આધારિત કામગીરી કરશે. તેમણે ભોગાવો નદી કાંઠે ગેબનશાપીરથી જિલ્લા પંચાયત સુધીના રિવરફ્રન્ટનું કામ પૂર્ણ થયા બાદ દક્ષિણ બાજુમાં મહાવીર સ્વામીના પગલાથી નવા સર્કિટ હાઉસ સુધીના રિવરફ્રન્ટની કામગીરી શરૂ કરવાની વાત કરી હતી. વઢવાણ શહેરના ઐતિહાસિક અસ્તિત્વને જાળવી રાખવા માટે રૂ. 50 કરોડના ખર્ચે ધોળીપોળ ગેટ, દીવાલ અને આઈકોનિક રોડની કામગીરી હાથ ધરાઈ છે, જે પૈકી મોટાભાગની કામગીરી શરૂ થઈ ગઈ છે. ડો. ગવ્હાણેએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે શહેરી વિસ્તારમાં અંદાજે 100 જેટલા નવા રોડ બનશે અને આગામી ત્રણ વર્ષમાં સુરેન્દ્રનગર એક સુંદર, સ્વચ્છ અને વિકસિત શહેર બનશે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને રૂ. 15,000ના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પ્રધાનમંત્રી આવાસ યોજનાની મંજૂરીના પ્રશસ્તિપત્રો પણ લાભાર્થીઓને એનાયત કરાયા હતા. કાર્યક્રમમાં સ્વાગતવિધિ કેતનભાઈ શાહ દ્વારા અને આભારવિધિ નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌતમકુમાર મકવાણા દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ મ્યુનિસિપલ કમિશનર કે.આર. ચૌહાણ, જુનાગઢ મહાનગરના પ્રભારી જીગ્નાબેન પંડ્યા, વિરેન્દ્રભાઈ આચાર્ય, અગ્રણી સર્વ રાજુભાઈ દોશી, સ્વાતિબેન, મનિષભાઈ, રમીલાબેન કાલિયા, ચેતનભાઈ કાલિયા સહિત સરકારના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    આણંદના જેકે લોટસ પાર્ટી પ્લોટ પર બુલડોઝર:બિનપરવાનગી બાંધકામ તોડાયું, હાઈકોર્ટની મુદત છતાં પુરાવા રજૂ ન થતા કાર્યવાહી કરાઈ
    Next Article
    Explained: How Shadow Fleets Keep Oil Moving Through War, Sanctions

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment