Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોત્રી વિસ્તારમાં MGVCLની ડીપી ધરાશાયી:બે લોકો ઈજાગ્રસ્ત, રોડ પર કલાકો સુધી ચક્કાજામ સર્જાયો

    15 hours ago

    વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં શુક્રવારે એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. ગોત્રી પોલીસ સ્ટેશનથી બનસલ મોલ તરફ જતા માર્ગ પર લાભ આઈકોન ઈમારત સામે અચાનક MGVCLની ભારેખમ વીજ ડીપી (ડિસ્ટ્રિબ્યુશન પેનલ) ધરાશાયી થતાં બે રાહદારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો તરત જ મદદે દોડી આવ્યા હતા પ્રાપ્ત માહિતી મુજબ, રોડ પરથી પસાર થઈ રહેલા બે નાગરિકો અચાનક ધરાશાયી થયેલી ડીપીની ઝપેટમાં આવી જતાં તેઓને ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તરત જ મદદે દોડી આવ્યા હતા અને 108 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમે બંને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. વાહનોની લાંબી કતારો લાગી જતાં ચક્કાજામના દ્રશ્યો સર્જાયા ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તેમજ પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. ભરચક માર્ગ પર વીજ ડીપી પડી જતાં વાહનવ્યવહારને ભારે અસર પહોંચી હતી અને માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી જતાં ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ તેમજ MGVCLના અધિકારીઓએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લેવા અને માર્ગ પરથી ડીપી હટાવવાની કામગીરી હાથ ધરી હતી. ડીપી ધરાશાયી થવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    Fame gave me visibility, medicine gave me perspective: Aditi Govitrikar on identity, ageing and reinvention
    Next Article
    આવતીકાલે રાજકોટના સાંઢીયા પુલનું સંઘવીના હસ્તે લોકાર્પણ:સવારે નગરસેવકો સિટિબસમાં અને ડે. સીએમ સહિત પદાધિકારીઓ EV કારમાં આવે તેવી શક્યતા, મોડી રાત્રે 'હેપી સ્ટ્રીટ' રાજકોટવાસીઓની મોજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment