Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંજય રાઉતે દાદરા-દમણ માટે વિધાનસભાની માંગ કરી:રાજ્યસભામાં શિવસેના સાંસદે કેન્દ્રશાસિત પ્રદેશને દરજ્જો આપવા અને 'અધિકારી રાજ'માંથી મુક્તિની અપીલ કરી

    10 hours ago

    કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ માટે રાજ્યસભામાં વિધાનસભાના ગઠનનો મુદ્દો શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ઉઠાવ્યો છે. તેમણે સદનમાં જણાવ્યું કે આ વિશાળ કેન્દ્રશાસિત પ્રદેશની જનતા લાંબા સમયથી લોકતાંત્રિક અધિકારોની માંગ કરી રહી છે. રાઉતે કહ્યું કે, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના લાખો લોકો વિધાનસભાની રચના અને 'અધિકારી રાજ'માંથી મુક્તિની માંગ કરી રહ્યા છે. આ પ્રદેશનો કોઈ સભ્ય રાજ્યસભામાં પણ નથી, જેના કારણે તેમનો અવાજ ઉચ્ચ સદનમાં પહોંચી શકતો નથી. વર્ષ 2014માં ગૃહ મંત્રાલયની સંસદીય સમિતિએ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાના ગઠનની ભલામણ કરી હતી. આ સમિતિએ પોતાનો અહેવાલ ગૃહ મંત્રાલય અને રાજ્યસભાને પણ સુપરત કર્યો હતો. જોકે, બાર વર્ષ વીતી ગયા હોવા છતાં, આ ભલામણ પર કોઈ કાર્યવાહી થઈ નથી. વિધાનસભાના અભાવે આ વિસ્તારમાં ગંભીર સમસ્યાઓ ઊભી થઈ છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, જેમ કે નગરપાલિકા અને જિલ્લા પંચાયતના સભ્યો, શક્તિહીન બની ગયા છે. તમામ સત્તા વહીવટી અધિકારીઓના હાથમાં કેન્દ્રિત થઈ ગઈ છે, જેઓ સ્થાનિક પ્રતિનિધિઓને પૂછ્યા વિના પોતાના નિયમો બનાવે છે. રાઉતે પ્રશ્ન કર્યો કે, જ્યારે સિક્કિમ, ગોવા અને પુડુચેરી જેવા નાના રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશો, જેમની પાસે એક કે બે લોકસભા બેઠકો અને મર્યાદિત મહેસૂલ છે, તેમને વિધાનસભાનો દરજ્જો મળી શકે છે, તો દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવને આ અધિકાર કેમ નહીં? આ પ્રદેશમાં લોકસભાની બે બેઠકો છે, તેનું મહેસૂલ નાના રાજ્યો કરતાં વધુ છે અને વસ્તી પણ વધી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, અગાઉ પોર્ટુગીઝ શાસન હેઠળ રહેલો આ પ્રદેશ આઝાદીના આટલા વર્ષો પછી પણ 'અધિકારી રાજ'ના ચુંગાલમાં ફસાયેલો છે. સંજય રાઉતે માંગ કરી છે કે દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના લોકોને લોકશાહીનો સંપૂર્ણ અધિકાર મળવો જોઈએ અને તેમને બંધારણીય અધિકારોથી વંચિત રાખવામાં ન આવે. તેમણે સવાલ ઉઠાવ્યો કે, પોન્ડીચેરી,સિક્કિમ,ગોવા,જેવા રાજ્યને વિધાનસભાનો દરજ્જો આપવામા આવે તો દાદરા નગર હવેલી અને દમણ દીવને કેમ નહિ?
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરના 6 વોર્ડમાં સેવાસેતુનો પ્રારંભ:આયુષ્યમાન, આધાર કાર્ડ, આવકના દાખલા માટે વધુ અરજીઓ
    Next Article
    '10 લાખ આપ નહીતર બળાત્કારના કેસમાં ફસાવી દઈશ':ફેસબુકથી હનીટ્રેપમાં ફસાયા અમદાવાદી ડોક્ટર, ટોળકીનો હાઇ-વે પર અપહરણ-લૂંટનો પ્લાન મહેસાણા પોલીસે કર્યો ફેઈલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment