Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટા ઉદેપુરમાં ઈકો ગાડીની છત પર જોખમી મુસાફરી:સામાન, બાઈક સાથે લોકોનો જીવ જોખમે મુસાફરીનો વીડિયો વાયરલ

    10 hours ago

    છોટા ઉદેપુર જિલ્લામાં ઈકો ગાડીઓની છત પર જીવ જોખમે મુસાફરી કરતા લોકોના વીડિયો સામે આવ્યા છે. આ વીડિયોમાં ગાડીઓની છત પર સામાન, બાઈક અને મુસાફરો બેઠેલા જોવા મળે છે. છોટા ઉદેપુર આદિવાસી બહુલ્ય ધરાવતો જિલ્લો છે. અહીંના અને મધ્યપ્રદેશના આદિવાસીઓ ગુજરાતના કચ્છ તથા કાઠિયાવાડમાં મજૂરી કરવા જાય છે. હોળી આસપાસ ખેતીની સિઝન પૂરી થતાં તેઓ પોતાના વતન પરત ફરે છે. આ મજૂરો ઘણીવાર જીવનું જોખમ ખેડીને વાહનો પર બેસીને મુસાફરી કરતા જોવા મળે છે. તાજેતરમાં છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી નજીક ચારોલા અને નર્મદા કેનાલ પાસે આવા બે ઈકો ગાડીના વીડિયો સામે આવ્યા છે. આ ગાડીઓમાં ઘેટાં-બકરાંની જેમ મુસાફરો ભરેલા હતા અને છત પર સામાન, બાઈક મૂકીને તેના પર પણ લોકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આવા વાહનો દરરોજ મોટી સંખ્યામાં જોવા મળે છે. જોકે, જિલ્લા ટ્રાફિક પોલીસ અને RTO આવા વાહનો સામે કોઈ કાર્યવાહી કરતા નથી. એવું લાગે છે કે તેઓ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં વધુ એક હિટ એન્ડ રન:ઘ-4 બસ સ્ટેન્ડ પાસે અજાણ્યા વાહનની અડફેટે 86 વર્ષીય નિવૃત કર્મચારીનું મોત
    Next Article
    સુરતની કુખ્યાત સદ્દામ-ગોડીલ ગેંગનો આતંક હવે મુંબઈ સુધી:દીકરીની સારવાર કરાવવા ગયેલા વેપારી પાસે 50 લાખની ખંડણી માંગી; પાકિસ્તાની નંબરથી ધમકીભર્યો કોલ આવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment