Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં વધુ એક હિટ એન્ડ રન:ઘ-4 બસ સ્ટેન્ડ પાસે અજાણ્યા વાહનની અડફેટે 86 વર્ષીય નિવૃત કર્મચારીનું મોત

    11 hours ago

    પાટનગરના રાજમાર્ગો પર બેફામ દોડતા વાહનોએ વધુ એક નિર્દોષનો ભોગ લીધો છે. સેક્ટર-4માં રહેતા 86 વર્ષીય રાહદારી વૃદ્ધનું ગઈકાલે(12 માર્ચ) સાંજે ઘ- 4 બસ સ્ટેન્ડ પાસે અજાણ્યા વાહનની અડફેટે ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજતા સેકટર 7 પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. અજાણ્યા વાહને ટક્કર મારી ગાંધીનગર મહેસૂલ વિભાગમાંથી નિવૃત્ત થયેલા દેવજીભાઈ વાઘેલા ગઈકાલે સાંજના આશરે પોણા સાતેક વાગ્યે સેક્ટર-17ના કટ પાસે ચાલતા જઈ રહ્યા હતા. આ દરમિયાન પૂરઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહને તેમને જોરદાર ટક્કર મારી હતી. જેના લીધે દેવજીભાઈ રોડ પર પટકાતા તેમને માથાના પાછળના ભાગે તેમજ હાથ-પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત આ અકસ્માતના પગલે 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં ખસેડાયા હતા. જોકે હોસ્પિટલમાં દાખલ થયાના ગણતરીના કલાકોમાં જ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે આર એન્ડ બી વિભાગમાં ફરજ બજાવતા મૃતકના પુત્ર બાબુભાઈ વાઘેલાની ફરિયાદના આધારે સેકટર 7 પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકાએ H-1B વિઝા આપવાની પ્રક્રિયામાં ફેરફાર કર્યો:હવે પગારના આધારે સિલેક્શન થશે; 1 એપ્રિલથી નવું ફોર્મ I-129 લાગુ પડશે
    Next Article
    છોટા ઉદેપુરમાં ઈકો ગાડીની છત પર જોખમી મુસાફરી:સામાન, બાઈક સાથે લોકોનો જીવ જોખમે મુસાફરીનો વીડિયો વાયરલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment