Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કિંજલ રબારીએ હર્ષ સંઘવી અને શંકર ચૌધરી પાસે સુરક્ષા માગી:વીડિયો દ્વારા દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ સામે ઉઠાવ્યા સવાલ; સિંગર ધમકી સામે કાયદાકીય લડી લેવાના મૂડમાં

    10 hours ago

    ગુજરાતી સિંગર કિંજલ રબારીએ પોતાના લગ્નની જાહેરાત કર્યા બાદ સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો શેર કરીને ખળભળાટ મચાવી દીધો છે. આ વીડિયોમાં તેણે લગ્ન બાદ મળી રહેલી ગંભીર ધમકીઓ અને વિરોધ અંગે આકરા પ્રહારો કર્યા છે. કિંજલ રબારીએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પાસે મદદ તેમજ સુરક્ષાની માંગ કરી છે. લગ્ન બાદ મળી રહી છે મારી નાખવાની ધમકીઓ ઉલ્લેખનીય છે કે, અગાઉ કિંજલ રબારીએ એક વીડિયો દ્વારા પોતાના લગ્નની જાણકારી આપી હતી. ત્યારથી સોશિયલ મીડિયા પર કેટલાક લોકો દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. કિંજલે આક્ષેપ કર્યો છે કે તેને મારી નાખવાની કે અપહરણ કરવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. તેણે સ્પષ્ટ કર્યું કે લગ્નનો નિર્ણય તેની અંગત પસંદગી છે અને તે પોતાની મરજીથી સાસરે ગઈ છે, તેથી કોઈને પણ તેની અંગત જિંદગી પર ટિપ્પણી કરવાનો અધિકાર નથી. સમાજના બેવડા ધોરણો સામે રોષ કિંજલ રબારીએ આક્ષેપ કર્યો કે જ્યાં સુધી તે કમાણી કરીને પરિવાર અને સમાજને આર્થિક રીતે મદદ કરતી હતી, ત્યાં સુધી તે સૌ માટે આદર્શ હતી. પરંતુ જ્યારે તેણે પોતાના જીવનનો એક અંગત નિર્ણય લીધો, ત્યારે તેને નિશાન બનાવવામાં આવી રહી છે. તેણે સવાલ ઉઠાવ્યો કે જ્યારે કોઈ દીકરો બીજા સમાજની દીકરીને પરણીને લાવે ત્યારે તેને સ્વીકારી લેવાય છે, પરંતુ દીકરી અન્ય સમાજમાં લગ્ન કરે ત્યારે જ વિરોધ કેમ? દીકરીઓ પર પ્રતિબંધ મૂકવાની માનસિકતા પર પ્રહાર વીડિયોમાં કિંજલે જણાવ્યું કે સમાજના કેટલાક લોકો દીકરીઓ માટે સોશિયલ મીડિયા (ઇન્સ્ટાગ્રામ, ફેસબુક) પર પ્રતિબંધ મૂકવાની વાતો કરી રહ્યા છે. તેણે સમાજને વિનંતી કરી છે કે લડવાને બદલે સમજદારી અને એકતા જાળવે. આ સાથે જ તેણે ધમકી આપનારા તત્વો સામે નમવાને બદલે કાયદાકીય લડત આપવાની મક્કમતા દર્શાવી છે. સિંગર કિંજલ રબારીનો શબ્દશ: સંદેશ "કાલે મેં એક વીડિયો અપલોડ કરેલો જેમાં મેં જણાવેલું કે મેં લગ્ન કરી લીધા છે, મારી રાજીખુશીથી હું એમના જોડે રહું છું, એમના જોડે આવી છું. છતાં પણ અમુક લોકોએ સોશિયલ મીડિયામાં વિરોધ કરવાનું ચાલુ કર્યું છે, ધમકીઓ આપવાનું ચાલુ કર્યું છે—'મારી નાખીશું', 'ઉપાડી જઈશું'. બરાબર? તો મને એ નથી સમજાતું કે જ્યાં સુધી હું સમાજનું નામ રોશન કરી રહી છું, જ્યાં સુધી હું મારા ઘરે પૈસા કમાઈ રહી છું, જ્યાં સુધી હું એમના માટે કંઈક કરી રહી છું, ત્યાં સુધી હું બધાને સારી લાગું છું. જ્યારે મેં મારી લાઈફ માટે એક ડિસિઝન લીધું છે, એમાં હું ખોટી થઈ જાઉં છું, ખરાબ થઈ જાઉં છું. અને એને લઈને ઘણા બધા લોકોએ એવું પણ મૂક્યું છે સમાજવાળાઓએ કે—'ભાઈ અમે દીકરીઓને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધું યુઝ કરવાનું બંધ કરાવી દઈશું.' તો આ નિયમ ફક્ત દીકરીઓ માટે કેમ છે? મને એ નથી સમજાતું. આપણા દીકરાઓ જ્યારે કોઈ બીજા સમાજની દીકરીને લઈને આવે છે ત્યારે આપણને બધું એક્સેપ્ટેબલ (સ્વીકાર્ય) હોય છે, જ્યારે એ જ કાર્ય આપણી દીકરી કરે છે ત્યારે આપણે એના વિરોધમાં જઈએ છીએ. તો મને એવું લાગે છે કે અત્યારે તમે એકતા કરી રહ્યા છો એ બહુ સારી વાત છે કે સમાજ એકતા કરે છે, પણ તમે લડવામાં નહીં સમજવામાં એકતા કરશો તો વધારે સારું રહેશે. બાકી તો હું કાયદાકીય પગલાં લેવાની જ છું. અને આ બાબતે હું આપણા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને વિનંતી કરું છું અને આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ વિનંતી કરું છું કે મને આમાં સપોર્ટ કરે. અને બાકી તો આપણે કાયદાકીય રીતે લડવાની તૈયારીમાં છીએ. અને મારા સમાજને એક પ્રેમથી મારી આ રિક્વેસ્ટ (વિનંતી) હતી કે હું સમાજની દીકરી છું અને મેં જે કંઈ પણ પગલું લીધું છે એ મારી પર્સનલ લાઈફ છે, મારી પોતાની ચોઈસ (પસંદગી) છે, તો એના ઉપર કોઈ સવાલ કે કોઈ કમેન્ટ્સ કરવાનો કોઈને અધિકાર નથી."
    Click here to Read More
    Previous Article
    વેરાવળ રેન્જમાં 8 કૃત્રિમ પાણીના પોઈન્ટ કાર્યરત:ઉનાળામાં સિંહ-દીપડા સહિત વન્યજીવોને મળશે પીવાનું પાણી
    Next Article
    વેરાવળમાં ખાણીપીણીની લારીમાં આગ:ફાયર બ્રિગેડની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment