Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં ખાણીપીણીની લારીમાં આગ:ફાયર બ્રિગેડની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી

    9 hours ago

    વેરાવળ શહેરમાં આજે વહેલી સવારે ઇન્ડિયન રીયોન ફેક્ટરી સામે આવેલી ખાણીપીણીની એક લારીમાં આગ લાગી હતી. સવારે 4:02 કલાકે બનેલી આ ઘટનાની જાણ થતાં જ વેરાવળ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. લારીમાં લાગેલી આગ ઝડપથી ફેલાઈ રહી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને નિયંત્રણમાં લીધી હતી. જોકે, લારીની બાજુમાં જ વીજ પુરવઠાનો ટ્રાન્સફોર્મર આવેલો હોવાથી પરિસ્થિતિ વધુ જોખમી બની શકે તેમ હતી. આગ ટ્રાન્સફોર્મરના કેબલ સુધી પહોંચી જતાં તેમાં પણ આગ લાગી હતી. સાવચેતીના ભાગરૂપે, ફાયર વિભાગે તરત જ પીજીવીસીએલ (PGVCL) ને જાણ કરી હતી. પીજીવીસીએલ દ્વારા ટ્રાન્સફોર્મરનો વીજ પુરવઠો બંધ કરાયા બાદ, ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણપણે બુઝાવી દીધી હતી. ફાયર વિભાગની સમયસર અને સક્રિય કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. સદભાગ્યે, આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. આ સમગ્ર કામગીરીમાં વેરાવળ ફાયર બ્રિગેડના સ્ટાફ રોહિતભાઈ વંશ અને વિજય કોડીયાતર સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની ઝડપી કાર્યવાહીથી પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ શકાય હતી.
    Click here to Read More
    Previous Article
    કિંજલ રબારીએ હર્ષ સંઘવી અને શંકર ચૌધરી પાસે સુરક્ષા માગી:વીડિયો દ્વારા દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ સામે ઉઠાવ્યા સવાલ; સિંગર ધમકી સામે કાયદાકીય લડી લેવાના મૂડમાં
    Next Article
    ‘Every complaint on gas cylinder hoarding to be taken seriously’: Delhi Police

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment