Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દમણ બીચ પાસે દરિયામાં બોટમાં આગ લાગી:ધુમાડાના ગોટેગોટાથી લોકોમાં ગભરાટ, કોઈ જાનહાનિ નહીં

    14 hours ago

    સંઘ પ્રદેશ દમણના મોટી દમણ બીચ નજીક દરિયામાં ઊભેલી એક બોટમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાને કારણે દરિયામાં ધુમાડાના ગોટેગોટા અને જ્વાળાઓ દૂરથી દેખાતા બીચ પર હાજર લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, બોટમાં આગ લાગ્યા બાદ થોડા જ સમયમાં તે સંપૂર્ણપણે આગની ઝપેટમાં આવી ગઈ હતી. દરિયામાં આગ ભભૂકતા કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા, જેના કારણે બીચ પર હાજર પ્રવાસીઓ અને સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન, ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. દરિયામાં પહોંચીને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ:આવતીકાલે બે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે
    Next Article
    વલસાડમાં ગરમીનો પ્રકોપ વધશે, તાપમાન 36°C પાર:હવામાન વિભાગે બપોરે લૂ ફૂંકાવાની આગાહી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment