Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ગરમીનો પ્રકોપ વધશે, તાપમાન 36°C પાર:હવામાન વિભાગે બપોરે લૂ ફૂંકાવાની આગાહી કરી

    13 hours ago

    વલસાડ જિલ્લામાં ગરમીનો પ્રકોપ ફરી વધવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, શુક્રવાર, 13 માર્ચના રોજ જિલ્લામાં ગરમીનો 'બીજો તબક્કો' અનુભવાશે. દિવસ દરમિયાન તાપમાન 35°C થી 36°C સુધી પહોંચી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 22°C થી 24°C આસપાસ રહેવાની સંભાવના છે. છેલ્લા બે દિવસથી પવનની દિશા બદલાતા બપોરના સમયે ભેજનું પ્રમાણ ઘટશે. હવામાન સૂકું બનવાથી બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન કાળઝાળ ગરમી અને લૂ ફૂંકાઈ શકે છે. ભેજનું પ્રમાણ અંદાજે 28થી 35 વચ્ચે રહેતા લોકોને અકળામણનો અનુભવ થઈ શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હીટ વેવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જોકે, 14 માર્ચ પછી તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે, જેનાથી ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. આગામી દિવસોમાં આકાશ સ્વચ્છ રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી. તબીબો અને હવામાન નિષ્ણાતોએ લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપી છે. શરીરમાં પાણીનું પ્રમાણ જાળવવા માટે લીંબુ પાણી, છાશ અને પૂરતું પાણી પીવાની ભલામણ કરવામાં આવી છે. બહાર જતી વખતે માથું રૂમાલ અથવા ટોપીથી ઢાંકવું અને હળવા, સુતરાઉ કપડાં પહેરવા પણ સૂચવવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાના વિવિધ તાલુકાઓ માટે અંદાજિત તાપમાન નીચે મુજબ છે: વલસાડમાં 33°C / 25°C, ધરમપુરમાં 33°C / 25°C, કપરાડામાં 39°C / 23°C, પારડીમાં 37°C / 23°C, વાપીમાં 34°C / 24°C અને ઉમરગામમાં 33°C / 24°C તાપમાન રહેવાની શક્યતા છે. ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પારો ઊંચો જતા લોકોને સાવચેત રહેવાની જરૂર છે. ખાસ કરીને બપોરના સમયે બહાર નીકળતી વખતે પૂરતી કાળજી રાખવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દમણ બીચ પાસે દરિયામાં બોટમાં આગ લાગી:ધુમાડાના ગોટેગોટાથી લોકોમાં ગભરાટ, કોઈ જાનહાનિ નહીં
    Next Article
    Did America launch a nuclear attack on Iran? LIVE | અમેરિકાએ ઈરાન પર કર્યો પરમાણુ હુમલો? | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment