Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ:આવતીકાલે બે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે

    16 hours ago

    ભરૂચ જિલ્લામાં આવતીકાલે, ૧૪ માર્ચે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે બે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જિલ્લા પંચાયત દ્વારા નિર્મિત રેસ્ટ હાઉસ કમ કોમર્શિયલ કોમ્પ્લેક્સ, તેમજ ભરૂચ સહિત ઝઘડિયા, હાંસોટ અને આમોદ તાલુકા મથકો ખાતેના આદર્શ જનસેવા કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારબાદ મુખ્યમંત્રી સ્વામિનારાયણ મંદિર, ઝાડેશ્વર ખાતે લોકોને સંબોધન કરશે. ભરૂચના નાગરિકોની સુખાકારી અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે બે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ્સ ભરૂચ શહેરને નવી ઓળખ આપશે. રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભરૂચ શહેરમાં રૂ. ૫ કરોડના ખર્ચે એક ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ થયું છે. આ કોમ્પ્લેક્સમાં જીમ, મલ્ટીપર્પઝ હોલ, યોગા સેન્ટર, ઇન્ડોર સ્પોર્ટ્સ હોલ અને બેડમિન્ટન કોર્ટ સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રૂ. ૧૦.૯૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ અન્ય એક અત્યાધુનિક સ્પોર્ટ્સ સંકુલનું પણ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને એક જ સ્થળેથી વિવિધ સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બને તે માટે કુલ રૂ. ૧૮૧ લાખના ખર્ચે જનસેવા કેન્દ્રોના આધુનિકીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત ભરૂચ જિલ્લાના તમામ ૯ તાલુકાઓમાં ડિજિટલ સુવિધાઓથી સજ્જ આદર્શ જનસેવા કેન્દ્રો કાર્યરત બન્યા છે. ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયાએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની પોતાની આવક ઊભી થાય અને તેમાંથી જિલ્લાના વિકાસના વિવિધ કાર્યો થઈ શકે તે હેતુસર અનેક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ્સમાં નર્મદા નદી કિનારે નર્મદા પરિક્રમાવાસીઓ માટે સુવિધાઓ સાથે ભરૂચ શહેરમાં સિટી સેન્ટર સામે રેસ્ટ હાઉસ કમ કોમર્શિયલ કોમ્પ્લેક્સનો સમાવેશ થાય છે. ઉપરાંત, જિલ્લા પંચાયત સામે આવેલી એસબીઆઈ બેંકની જગ્યા પર આધુનિક શોપિંગ સેન્ટર પણ ઊભું કરવામાં આવશે. આ ઉપરાંત, જંબુસર, નેત્રંગ અને રાજપારડી ખાતે પણ જિલ્લા પંચાયતના નવા કોમ્પ્લેક્સના નિર્માણ માટે મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે. આ સાથે જ, જિલ્લામાં અન્ય અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
    Click here to Read More
    Previous Article
    તન્વી બ્લોચની કુસ્તીમાં વિજયકૂચ:ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટ માટે પસંદગી
    Next Article
    દમણ બીચ પાસે દરિયામાં બોટમાં આગ લાગી:ધુમાડાના ગોટેગોટાથી લોકોમાં ગભરાટ, કોઈ જાનહાનિ નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment