Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તન્વી બ્લોચની કુસ્તીમાં વિજયકૂચ:ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટ માટે પસંદગી

    17 hours ago

    ભવન્સ એચ.જે. દોશી કોલેજની વિદ્યાર્થિની તન્વી બ્લોચની કુસ્તીમાં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી (વેસ્ટ ઝોન) ટુર્નામેન્ટ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમમાં પસંદગી થઈ છે. આ ટુર્નામેન્ટ હરિયાણા ખાતે યોજાશે. તન્વીએ પસંદગી પ્રક્રિયા દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. તેણે સતત ત્રણ મેચમાં વિજય મેળવીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી હતી, જેના આધારે તેની પસંદગી નિશ્ચિત થઈ. આગામી ૧૭ માર્ચ, ૨૦૨૬ થી ૨૦ માર્ચ, ૨૦૨૬ દરમિયાન કુરુક્ષેત્ર યુનિવર્સિટી, હરિયાણા ખાતે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી (વેસ્ટ ઝોન) કુસ્તી (બહેનો) ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તન્વી આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમનું પ્રતિનિધિત્વ કરશે. તન્વીની આ સિદ્ધિ બદલ કોલેજ પરિવારમાં ખુશીનો માહોલ છે. પ્રિન્સિપાલ ડો. તૌસિફખાન પઠાણ, વાઇસ પ્રિન્સિપાલ ડો. રવી ઓઝા, સમગ્ર મેનેજમેન્ટ સભ્યો અને અધ્યાપકગણે તેને અભિનંદન પાઠવ્યા છે. કોલેજ પરિવારે જણાવ્યું કે તન્વીએ માત્ર કોલેજનું જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. તમામ સ્ટાફ મિત્રોએ તેને આગામી નેશનલ ટુર્નામેન્ટમાં પણ વિજેતા બનીને પરત ફરવા માટે શુભેચ્છાઓ પાઠવી છે.
    Click here to Read More
    Previous Article
    જીનિયસ સ્કૂલના બાળકોએ પાળીયાદ ગૌશાળાની મુલાકાત લીધી:બાલવાટિકાથી ધોરણ 4ના વિદ્યાર્થીઓને ગૌસેવા-સંસ્કૃતિનું જ્ઞાન અપાયું
    Next Article
    ભરૂચમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ:આવતીકાલે બે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment