Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્પેશિયલ મેરેજ કોર્ટના રજીસ્ટ્રારને સસ્પેન્ડ કરવા માંગ:વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી અને પાટીદાર સમાજ સહિતની સંસ્થાઓએ પત્ર લખ્યા, તમામ લગ્ન નોંધણીની તપાસ કરો

    10 hours ago

    તાજેતરમાં જ અમદાવાદના ઘીકાંટા ખાતે સ્પેશિયલ મેરેજ રજિસ્ટ્રાર કોર્ટમાં હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્નનો મુદ્દો સામે આવ્યો હતો. રજીસ્ટ્રાર દ્વારા સત્તાનો ઉપયોગ કરી ખોટી રીતે લગ્ન નોંધણી કરવામાં આવતી હોવા અંગેના આક્ષેપો વિવિધ હિન્દુ સંગઠન દ્વારા કરવામાં આવ્યા હતા ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને વિવિધ સમાજની સંસ્થાઓ દ્વારા રાજ્યપાલ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ચીફ જસ્ટીસ અને કલેકટરને પત્ર લખીને રજીસ્ટ્રારને સસ્પેન્ડ કરવાની અને અત્યાર સુધીની તમામ લગ્ન નોંધણીની SIT દ્વારા તપાસ કરવાની એમ જ જો તેમાં ગેરરીતિ જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ રાજ્યપાલથી લઇ ચીફ જસ્ટિસ સહિતના લોકોને પત્ર લખ્યો વિશ્વ હિન્દુ પરિષદના ધર્મપ્રસાર વિભાગના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભાવાણીએ રાજ્યપાલથી લઇ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી ચીફ જસ્ટિસ સહિતના લોકોને પત્ર લખ્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે, 03/03/2026ના રોજ અમદાવાદ શહેરના ઘી કાંટા ખાતે આવેલી સ્પેશિયલ મેરેજ રજીસ્ટ્રાર કચેરીમાં મુખ્ય રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા એમ.એમ.સૈયદ દ્વારા સત્તાનો દુરુપયોગ કરી ગેરરીતિથી લગ્ન નોંધણી કરાવવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકને વકીલના પહેરવેશમાં બોલાવી છાનામાના લગ્ન કરાવતો મળતી માહિતી મુજબ મેરેજ રજીસ્ટ્રેશન માટે આવેલા હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકને કચેરીના નિયમિત કાર્ય સમય પહેલા વકીલના પહેરવેશમાં બોલાવી છાનામાના લગ્ન નોંધણી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સામાન્ય રીતે કચેરીનો નિયમિત કાર્ય સમય સવારે 11:00 વાગ્યાથી શરૂ થાય છે તેમછતાં એમ.એમ. સૈયદ સવારે અંદાજે 9:00 વાગ્યે કચેરીમાં હાજર રહી આ કાર્યવાહી હાથ ધરતા હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતની જાણ થતા ત્યાં હાજર કેટલાક વકીલો દ્વારા આ મુદ્દાની ગંભીર નોંધ લેવામાં આવી હતી અને તેના વિરુદ્ધમાં હોબાળો પણ મચ્યો હતો. આ ઘટનાના કારણે સમાજમાં ભારે રોષ અને અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. અગાઉ પણ ગેરકાયદેસર લગ્ન નોંધણી થઈ હોવાની શંકા સરકારી અધિકારી તરીકે કાયદાનું પાલન કરાવવાની જવાબદારી ધરાવતા વ્યક્તિ દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરી ગેરરીતિથી કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત ગંભીર બાબત છે. આ ઘટના પરથી એવી શંકા પણ વ્યક્ત થાય છે કે, અગાઉ પણ આવા પ્રકારની ગેરરીતિથી કેટલાય કેસોમાં પરિવારજનોની લાગણીઓ અવગણીને ગેરકાયદેસર રીતે લગ્ન નોંધણી કરવામાં આવી હોઈ શકે. ઘટનાથી સંબંધિત કેટલાક પુરાવાઓનો નાશ કરાયાની શંકા પણ વ્યક્ત કરાઈ આ ઉપરાંત એવી પણ માહિતી સામે આવી છે કે, આ લગ્ન નોંધણી પ્રક્રિયા દરમિયાન "વસીમ" નામનો એક શખસ એમ.એમ.સૈયદની ઓફિસમાં હાજર હતો અને તેણે આ ઘટનાથી સંબંધિત કેટલાક પુરાવાઓનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો તેવી શંકા વ્યક્ત કરવામાં આવે છે. તેથી તે વ્યક્તિ કોણ હતો, સરકારી કચેરીમાં તે કોની પરવાનગીથી હાજર હતો તેમજ શું તે સૈયદનો કોઈ વહીવટદાર કે સહયોગી છે કે નહીં તે બાબતે પણ તપાસ કરવામાં આવે માંગણી કરી છે. વિવિધ સમાજની સંસ્થાઓ દ્વારા પણ જિલ્લા કલેકટરને કાર્યવાહી માટે પત્ર લખાયો વિશ્વ હિન્દુ પરિષદ ઉપરાંત વિવિધ સમાજની સંસ્થાઓ દ્વારા પણ જિલ્લા કલેકટરને સ્પેશિયલ મેરેજ રજીસ્ટ્રાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પત્ર લખવામાં આવ્યા છે. પાટીદાર સમાજની મોટી સંસ્થાઓ એવી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, ખોડલધામ, સરદાર પટેલ ગ્રુપ (SPG), અડતાલીસ કડવા પાટીદાર સમાજ (વઢીયાર વિભાગ), તેર ગામ લેઉવા પટેલ સમાજ (દહેગામ), શ્રી બાવીસી સંપ્રદાય મોઢ ચતુર્વેદી બ્રાહ્મણ સમાજ તેમજ કેળવણી મંડળ સહિતના સમાજ દ્વારા પત્ર લખીને માંગણીઓ કરવામાં આવી છે. હિન્દુ સમાજના પ્રતિનિધિ તરીકે કેટલીક માંગણીઓ કરવામાં આવી
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં દારૂના નશામાં સિક્યુરિટી ગાર્ડનું હવામાં ફાયરિંગ:નજરે જોનારે કહ્યું-'મંદિરમાં દર્શન કરતા હતા અને અચાનક બહાર આવી ફાયરિંગ કર્યું,112માં કોલ કર્યો તો મારા પર હુમલો કર્યો'
    Next Article
    હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં યુનિફોર્મ સ્ટેચ્યુટ સુધારા સેમિનાર:અધ્યાપકો-આચાર્યોએ 70 સુધારા સૂચવ્યા, સરકારને મોકલાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment