Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેલમાં બિનવારસુ મોબાઈલ મળ્યા:પાલારા જેલમાં ગટરની કુંડી પાસે છુપાવેલા મોબાઈલ મળ્યા

    9 hours ago

    શહેરની ખાસ ગણાતી પાલારા જેલમાંથી મોબાઈલ મળવા સામાન્ય બાબત બની ગઈ હોય તેમ એક મહિનાની અંદર બીજી વખત બિનવારસુ મોબાઈલ મળી આવ્યા હોવાનું બનાવ સામે આવ્યો છે. જેમાં અમદાવાદની ઝડતી સ્કવોર્ડે તપાસ કરતા દવાખાના વિભાગમાં ઈસીજી રૂમના પાછળ ગટરની કુંડી નજીક છુપાવેલા બે મોબાઈલ મળી આવ્યા છે. પાલારા ખાસ જેલ ખાતે 11 માર્ચના અમદાવાદની ઝડતી સ્કવોર્ડ ટીમે તપાસ હાથ ધરી છે.એ દરમિયાન સાંજે પોણા છ વાગ્યાના અરસામાં જેલની અંદર આવેલા દવાખાના વિભાગમાં ઈસીજી રૂમની પાછળ આવેલ ગટરની કુંડી નજીક જમીનમાં ખાડો કરીને છુપાવેલા બે મોબાઈલ મળી આવ્યા હતા. બન્ને મોબાઈલ પ્લાસ્ટિકમાં વીંટાળેલી હાલતમાં બિનવારસુ મળી આવ્યા હતા.જે મામલે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે,અગાઉ 13 ફ્રેબ્રુઆરીના સ્થાનિક ટીમે ઝડતી તપાસ દરમિયાન બેરેક 505 ની બહાર આવેલા બાથરૂમ નજીક ગટરની ચેમ્બરના પાઈપમાંથી એન્ડ્રોઈડ મોબાઈલ,રાઉટર અને ચાર્જર કબ્જે કર્યા હતા.તેવામાં હવે ફરી એકવાર મોબાઈલ મળી આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:LPG ગેસનું સંકટ ઘેરૂ બન્યું, 20970 LPG બુકિંગ સામે 12959 બોટલ જ ઉપલબ્ધ
    Next Article
    અરવલ્લી જિલ્લા હોટલ એસો.ના પ્રમુખનું નિવેદન:હોટલ ઉદ્યોગ કોમર્શિયલ બોટલનો ભાવ વધારો આપવા માટે તૈયાર છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment