Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લી જિલ્લા હોટલ એસો.ના પ્રમુખનું નિવેદન:હોટલ ઉદ્યોગ કોમર્શિયલ બોટલનો ભાવ વધારો આપવા માટે તૈયાર છે

    10 hours ago

    અરવલ્લી જિલ્લામાં વૈશ્વિક પરિસ્થિતિના કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો પુરવઠો બંધ થતાં હોટેલ રેસ્ટોરન્ટ ફાસ્ટફૂડ નાના મોટા ખાણીપીણીવાળાના ધંધા ઉપર માઠી અસર પડવાની શરૂ થઈ છે. આ લોકોની રોજી રોટી છીનવાઈ નહીં અને લોકોને જમવાનું મળી રહે તે માટે જિલ્લા હોટેલ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ દિલીપ પટેલ અને રાજ્ય ફેડરેશને સરકારમાં લેખિત રજૂઆત મોકલી આપી છે. વધુમાં હોટેલ ઉદ્યોગ કોમર્શિયલ બોટલના ભાવ વધારો આપવા પણ તૈયાર હોવાનું જણાવ્યું છે. રાજ્ય ફેડરેશનના ખજાનચી અરવલ્લી જિલ્લા હોટલ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ પટેલના જણાવ્યા મુજબ હાલ સમગ્ર ગુજરાતમાં કોમર્શિયલ ગેસના સિલિન્ડરની ભારે અછત વર્તાઈ રહી છે. કોમર્શિયલ ગેસ બોટલ સપ્લાય બંધ થઈ ગયો છે જે હોટલ રેસ્ટોરન્ટ તથા ખાસ ઉદ્યોગ બંધ થવાની શક્યતા છે. સરકાર આ સમસ્યાનો યોગ્ય નિકાલ લાવી સત્વરે અરવલ્લી હોટલ ઉદ્યોગ અને મદદરૂપ થાય તે માટે વિનંતી કરી હતી. જિલ્લામાં 120 જેટલી હોટલ રેસ્ટોરન્ટ અને નાના-મોટા ખાણીપીણીથી લાખો લોકોને બે ટાઈમનું ભોજન નાસ્તો વગેરે મળી રહે છે. હોટલ ઉદ્યોગ કોમર્શિયલ બોટલના ભાવ વધારો પણ આપવા તૈયાર હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું . જિલ્લામાં ઘરેલુ ગેસનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ અરવલ્લી જિલ્લામાં વિદેશોમાં ચાલી રહેલા યુદ્ધના કારણે લોકોને ઘરેલું ગેસ પૂરતા પ્રમાણમાં મળી રહે અને કોઈ જગ્યાએ સિલિન્ડરનો કાળો બજાર થાય નહીં તે માટે તે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જિલ્લાના 18 ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં તપાસ હાથ ધરાઇ હતી. જિલ્લા પુરવઠા અધિકારી મહેશ્વરી વિનયસિંહ રાઠોડે જિલ્લામાં ઘરેલુ ગેસનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ હોવાનું અને નિયમિત પુરવઠો આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું. કાળાબજારી અટકાવવા 8 તાલુકામાં સપ્લાય ઇન્સ્પેકટરોની ટીમ બનાવી છે.
    Click here to Read More
    Previous Article
    જેલમાં બિનવારસુ મોબાઈલ મળ્યા:પાલારા જેલમાં ગટરની કુંડી પાસે છુપાવેલા મોબાઈલ મળ્યા
    Next Article
    Hyderabad Woman Dies By Suicide After Argument With Husband Over alcohol

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment