Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:LPG ગેસનું સંકટ ઘેરૂ બન્યું, 20970 LPG બુકિંગ સામે 12959 બોટલ જ ઉપલબ્ધ

    11 hours ago

    મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં ચાલી રહેલા યુદ્ધની અસરો હવે છેક સરહદી જિલ્લા કચ્છના રસોડા સુધી પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સપ્લાય ચેઈન ખોરવાતા કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી LPG ગેસનું સંકટ ઘેરૂ બન્યું છે. કચ્છમાં બુકિંગની સામે હાલ જથ્થો ઓછો હોવાનું સામે આવ્યું છે. જિલ્લાના મુખ્ય શહેરો ગાંધીધામ, ભુજ અને માંડવીમાં ગેસ એજન્સીઓ બહાર વહેલી સવારથી જ ગ્રાહકો ખાલી સિલિન્ડર લઈને લાઈનોમાં ઉભેલા જોવા મળી રહ્યા છે. કચ્છમાં ગેસ વિતરણ કરતી મુખ્ય ત્રણ ઓઈલ કંપનીઓ IOCL, BPCL, અને HPCL પાસે ગુરુવારના કુલ 20,917 ગ્રાહકોએ ઓનલાઇન બુકિંગ કરાવ્યું હતું. જેની સામે હાલ 12,959 ગેસની બોટલનો જ જથ્થો ઉપલબ્ધ છે. સાથે જ 7,496 બોટલ અન્ય શહેરોથી કચ્છ માટે રવાના કરવામાં આવ્યા છે. કચ્છના ઔદ્યોગિક હબ ગણાતા ગાંધીધામમાં સ્થિતિ વધુ વણસી છે. અહીં છેલ્લા ત્રણ દિવસથી એજન્સીઓ પાસે લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. જરૂરિયાત સામે પૂરતો સ્ટોક ઉપલબ્ધ ન હોવાથી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે. આ જ પરિસ્થિતિ ભુજ અને માંડવીમાં પણ જોવા મળી રહી છે, જ્યાં ગ્રાહકોને કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે. સૌથી મોટી સમસ્યા ‘પેનિક બુકિંગ’ની છે. ગેસની અછત સર્જાશે તેવી આશંકાએ જેમને તાત્કાલિક જરૂર નથી તેવા ગ્રાહકો પણ રિફિલિંગ માટે દોડી રહ્યા છે. સામાન્ય દિવસોમાં થતા બુકિંગ કરતા અત્યારે બુકિંગનો આંકડો અચાનક વધી જતા એજન્સીઓ પર દબાણ વધ્યું છે. તંત્ર દ્વારા નાગરિકોને ગભરાટમાં આવીને બિનજરૂરી બુકિંગ ન કરવા અપીલ કરવામાં આવી છે. હાલ આ યુદ્ધની પરિસ્થિતિમાં ગામ અને શહેરના દરેક ચોકમાં માત્ર ગેસના બોટલની જ ચર્ચા થઇ રહી છે. કોને મળશે અને ક્યારે મળશે તેવી જ વાતો થઇ રહી છે. કેન્દ્રથી લઈને સ્થાનિક સુધી ગેસ એજન્સીના ફોન બંધ હાલ સર્જાયેલી ગેસની અછત સમયે લોકો ગભરાહટમાં બુકિંગ કરી રહ્યા છે. જો કે કેન્દ્ર સરકારથી લઈને સ્થાનિક એજન્સીઓ સુધી તમામે ફોન નંબર બંધ કરી દીધા છે. ભાસ્કરે રીયાલીટી ચેક માટે ભુજની 5 ગેસ એજન્સીઓની સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પણ બે એજન્સીનો ફોન બંધ આવ્યો હતો, જયારે ૩ એજન્સીના સંચાલકોએ ફોન રીસીવ કર્યા જ ન હતા. માત્ર નખત્રાણાની ગેસ એજન્સીનો ફોન ઉપડ્યો હતો, અને જણાવ્યું હતું કે બુકિંગ બાદ ૩ દિવસે તમને ગેસનો બોટલ મળી જશે. ભુજ અને ખાવડામાંથી સંગ્રહખોરી થતા 26 બોટલ જપ્ત એક તરફ મધ્ય પૂર્વના દેશોમાં ફાટી નીકળેલા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસ સપ્લાયમાં મુશ્કેલીઓ સર્જાઈ છે, ત્યારે બીજી તરફ કચ્છના સરહદી વિસ્તારોમાં સ્થિતિનો ગેરલાભ ઉઠાવી કાળાબજારી કરનારા તત્વો સક્રિય થયા છે. જેના ભાગરૂપે ભુજ શહેર અને ખાવડા વિસ્તારમાં પુરવઠા વિભાગે સપાટો બોલાવી ગેરકાયદે ગેસ સિલિન્ડરનો જથ્થો ઝડપી પાડ્યો છે. જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા બાતમીના આધારે ખાવડાના પ્રમુખસ્વામી નગર ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. અહીં બિપિન દાવડા દ્વારા સંચાલિત ‘સ્વામિનારાયણ ગેસ સર્વિસ સેન્ટર’ નામની દુકાનમાં ગેસ સિલિન્ડરોનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સ્થળ પરથી 19 કિલ્લોના 11 કોમર્શિયલ સિલિન્ડર અને 4 ખાલી બોટલ તેમજ 14.2 કિલોના 7 ઘરેલુ સિલિન્ડર અને 2 ખાલી બોટલ સહીત કુલ રૂા. 1,01,244 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તો બીજી તરફ ભુજના એરપોર્ટ રોડ પર આવેલી રીયલ પેપરિકા નામની રેસ્ટોરેન્ટમાંથી બે કોમર્શીયલ ગેસના બોટલ જપ્ત કરવામાં આવ્યા હતા. રેસ્ટોરેન્ટમાંથી નિયમ કરતા વધુ ગેસના બોટલ મળી આવ્યા હતા. સરકાર નિયમ મુજબ 100 કિલોથી વધુ સંગ્રહ કરી શકાય નહી. જેથી 3800 રૂપિયાની કિંમતની 2 કોમર્શીયલ બોટલ પુરવઠા વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા.એક તરફ જ્યારે સામાન્ય જનતા ગેસ માટે લાઈનોમાં ઉભી છે, ત્યારે આવા સંગ્રહખોરો કૃત્રિમ અછત ઉભી કરી કાળાબજારી કરવાનું પાપ કરી રહ્યા છે. ગેસ ડીલર અને એજન્સીઓ સાથે તંત્રની બેઠક યોજાઇ હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ આવશ્યક ચીજવસ્તુ અંતર્ગત LPG પૂરવઠો જિલ્લા સુવ્યવસ્થિત રીતે જળવાય રહે અને જરૂરિયાત પ્રમાણે અછત ન વર્તાય માટે જિલ્લાના તમામ ડિસ્ટ્રેબ્યુટર્સે સાથે જિલ્લા પુરવઠા અધિકારી અર્શ હાશ્મીએ કલેકટર કચેરી ખાતે બેઠક યોજી હતી. જેમાં જિલ્લામાં પરિસ્થિતિ અન્વયે ખોટા સંદેશાઓ, અફવાઓ ન ફેલાય તથા બિન જરૂરી ભયનું વાતાવરણ ઊભું ન થાય તેની ખાસ તકેદારી રાખવા સૂચન કર્યું હતું, અને જિલ્લા ગેસ સંચાલકો બિન જરૂરી સંગ્રહ ખોરી થતા કાળા બજારી ન થાય તેની કાળજી રાખવા સુચના આપવામાં આવી છે. જો કોઈ સંગ્રહખોરી કરશે તો તમની સામે LPG કંટ્રોલ ઓર્ડર 2000 તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955 અને ગેસ સિલિન્ડર રુલ 2016 અન્વયે કાર્યવાહી કરવામાં આવશે. ગુરુવારે ગેસ કંપનીઓમાં થયેલ બુકિંગના આંકડા
    Click here to Read More
    Previous Article
    ABVPએ ક્રોસ તપાસ કરતા પોલ ખુલી:કનકપર કોલેજમાં છાત્રોની સુરક્ષા મુદ્દે લોલમલોલ, યુનિ.ને ઉંધા ચશ્મા પહેરાવ્યા!
    Next Article
    જેલમાં બિનવારસુ મોબાઈલ મળ્યા:પાલારા જેલમાં ગટરની કુંડી પાસે છુપાવેલા મોબાઈલ મળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment