Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્રેકિંગ‎:ચેમ્બરમાં અંતે સિલેક્શનહવે નહીં થાય ઇલેક્શન

    13 hours ago

    ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની વર્તમાન ટર્મ પૂરી થવામાં છે ત્યારે પ્રમુખ ઉપપ્રમુખ અને મેનેજિંગ કમિટી માટેની ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવી છે. પરંતુ પૂર્વધારણા મુજબ જ મહાજનોએ ઇલેક્શનને જાકારો આપી સિલેક્શન કર્યું હતું. આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ ખેંચવાના અંતિમ દિવસે ચાર ડમી ફોર્મ પરત ખેંચાતા મેનેજિંગ કમિટીના 40 સભ્યો અને પ્રમુખ ઉપપ્રમુખ પદે એક એક ફોર્મ જ રહેતા હોદ્દેદારો અને સભ્યો બીનહરીફ થયા છે. ભાવનગરના વેપારીઓને અને ઉદ્યોગ ધંધામાં અનેક સમસ્યાઓ વિકાસમાં અવરોધરૂપ બની રહી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ચેમ્બર મહાજનોના અવાજ બનવાને બદલે રાજકીય હાથો બનતો હોવાની નારાજગી પણ મહાજનોમાં ફેલાયેલી છે. પ્રશ્નોના નકકર પરિણામ સુધી મથ્યા રહેવાને બદલે ચેમ્બર માત્ર રજૂઆત કરી સંતોષ માની રહ્યું છે. ત્યારે ચેમ્બર ઓફ કોમર્સની વર્તમાન ટર્મની મુદત પૂર્ણ થવામાં છે તે પૂર્વે વર્ષોની પ્રણાલી મુજબ ચૂંટણી જાહેર થઈ હતી. જેમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે મેનેજિંગ કમિટીના 40 સભ્યોની જગ્યામાં 42 ફોર્મ અને પ્રમુખ, ઉપપ્રમુખ પદની 2 બેઠક માટે 4 ફોર્મ ભરાયા હતા. જેમાં આજે ગુરુવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વધારે ભરાયેલા ચાર ફોર્મ પરત ખેંચવામાં આવ્યા હતા. હવે મેનેજિંગ કમિટીની 40 સભ્યોની જગ્યા પર 40 ફોર્મ અને પ્રમુખ પ્રમુખ પદ માટે પણ એક એક ફોર્મ બાકી રહ્યા છે. જેથી જેટલી બેઠક છે તેટલા જ ફોર્મ બાકી રહ્યા હોવાથી સ્વાભાવિકપણે પ્રતિસ્પર્ધી નહીં હોવાથી ચૂંટણીનો કોઈ અવકાશ નથી. આવતીકાલે શુક્રવારે ચૂંટણી અધિકારી દ્વારા સત્તાવાર રીતે મેનેજિંગ કમિટી અને પ્રમુખ ઉપપ્રમુખની જાહેરાત કરવામાં આવશે. પ્રમુખ પદે શેઠ બ્રધર્સના તેજસભાઈ શેઠ અને ઉપપ્રમુખ પદે અશોકભાઈ કોટડીયાની નિયુક્તિ કરવામાં આવશે. ત્યાર પછી વર્તમાન ટર્મની મુદત પૂર્ણ થયા બાદ સેક્રેટરી અને ટ્રેઝરરની પણ નિમણૂક કરવામાં આવશે. સંભવતઃ આગામી જૂન જુલાઈ મહિનામાં ચેમ્બર ઓફ કોમર્સની એ.જી.એમ.માં જુના હિસાબ કિતાબ ક્લિયર કરી નવી બોડીને સત્તા સોંપવામાં આવશે. નવા વરાયેલા પ્રમુખ, ઉપપ્રમુખ અને મેનેજિંગ કમિટી દ્વારા આગામી દિવસોમાં રાજકીય આગેવાનોના સન્માનના મેળાવડામાંથી બહાર નીકળી વિકાસ અને રોજગારીને અવરોધરૂપ પ્રશ્નોના નિકાલ કરી ભાવનગરને ભાંગતું બચાવવાના પ્રયાસની મહાજનોમાં અપેક્ષા છે. ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના હોદ્દેદારો પણ બિનહરીફ ચેમ્બરની સાથોસાથ ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની વર્ષ 2026-27 અને 2027-28 વર્ષ માટેના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કારોબારીના 24 સભ્યોની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. આજે તારીખ 12 ના રોજ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કારોબારીમાં 23 સભ્યો તેમજ પ્રમુખ, ઉપપ્રમુખ પદે એક એક ફોર્મ રહેતા તમામ બિનહરીફ થતા ડિસ્ટ્રિક્ટ ચેમ્બરની પણ હવે ચૂંટણી યોજાશે નહીં. ડિસ્ટ્રિક્ટ ચેમ્બરમાં પ્રમુખ પદે રવિન્દ્રભાઈ ડી. ઘેવરીયા અને ઉપ-પ્રમુખ પદે દીપકભાઈ રમણીકલાલ ધોળકિયાની નિમણૂક જાહેર કરાશે. સ્પર્ધામાં કોઈ નહીં હોવાથી ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના તમામ બિનહરીફ થયા છે. જેમાં ચૂંટણી અધિકારી તરીકે સી.એ. કિશોરભાઈ આર.શાહએ ફરજ બજાવી હતી. ચૂંટણી નહીં યોજાય, તમામ સભ્યો બિનહરીફ થશે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ચૂંટણી માટે આજે ચાર ફોર્મ પરત ખેંચાતા હવે મેનેજિંગ કમિટીના 40 સભ્ય તેમજ પ્રમુખ પ્રમુખ પદે એક એક ફોર્મ બાકી રહેતા ચૂંટણી યોજવાની કોઈ જરૂરિયાત નથી. તમામ સભ્યો અને હોદ્દેદારો બિનહરીફ જાહેર કરવામાં આવશે. > એલ. સી. બોરડ, ચૂંટણી અધિકારી ચેમ્બર
    Click here to Read More
    Previous Article
    નવી પહેલ:ધો.9થી 12ના વિદ્યાર્થીઓ માટે સાયબર સલામતીના અભ્યાસક્રમની શરૂઆત થશે
    Next Article
    પારેશ્વર મંદિરની સામે આગ લાગી:ગોત્રી તળાવ નજીક રાત્રે 10 વાગ્યે વૃક્ષ નીચે અગરબત્તી કરી,4 કલાકમાં વૃક્ષ ભડકે બળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment