Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેશનલ સાયન્સ કોન્ફરન્સ યોજાઈ:આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરતાં માનવીય બુદ્ધિ ક્ષમતા વધુ પાવરફુલ છે: પ્રો.રંગરાજન

    11 hours ago

    સયાજીરાવ ગાયકવાડ મેમોરિયલ નેશનલ સાયન્સ કોન્ફરન્સમાં વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા. બેંગલુરુના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના ડિરેક્ટર પ્રો. ગોવિંદન રંગરાજનએ જણાવ્યું હતું કે એઆઇ કરતાં હ્યુમન ઇન્ટલીજન્સ વધારે પાવર ફૂલ છે. સાયન્સ ફેકલ્ટીના તમામ વિભાગોમાં રીસર્ચરે વૈજ્ઞાનિકોના લેકચર યોજાયા હતા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી દ્વારા આયોજિત સયાજીરાવ ગાયકવાડ મેમોરિયલ નેશનલ સાયન્સ કોન્ફરન્સ-20226નું યુનિવર્સિટી કેમ્પસના પ્રો. સી. સી. મહેતા ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. બે દિવસીય રાષ્ટ્રીય પરિષદ સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે અને શિક્ષણ, વિજ્ઞાન અને સામાજિક પ્રગતિમાં તેમના દૂરંદેશી યોગદાનની ઉજવણી કરે છે. કન્વીનર પ્રો. કે. મુરલીધરને સમકાલીન વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં વૈજ્ઞાનિક નવીનતા અને આંતરશાખાકીય સહયોગના મહત્વ પર પ્રકાશ પાડયો હતો. મુખ્ય વક્તા બેંગલુરુના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના ડિરેક્ટર પ્રો. ગોવિંદન રંગરાજન દ્વારા આપવામાં આવ્યું હતું, જેમણે વૈજ્ઞાનિક અને શૈક્ષણિક ક્ષેત્રોમાં એઆઇના વધતા પ્રભાવ વિશે વાત કરી હતી. તેમણે એઆઇ યુગમાં સુસંગત રહેવા માટે મૌલિકતા અને વિવેચનાત્મક વિચારસરણી જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો, શૈક્ષણિક વહીવટકર્તાઓને શિક્ષણના ક્ષેત્રમાં એઆઇ પર પડકારો અને તકોને અસરકારક રીતે રજૂ કરવા વિશે જણાવ્યું હતું. યુનિવર્સિટીના વીસી ભાલચંદ્ર ભાણગએ સયાજીરાવ ગાયકવાડ દ્વારા શરૂ કરાયેલા સ્વપ્નદ્રષ્ટા શૈક્ષણિક સુધારાઓ પર પ્રકાશ પાડ્યો હતો અને વૈજ્ઞાનિક સ્વભાવ, નવીનતા અને સંશોધન શ્રેષ્ઠતાને પોષવામાં યુનિવર્સિટીઓની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. ચાન્સેલર રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડે સર સયાજીરાવ ગાયકવાડના પ્રગતિશીલ વારસા પર પ્રતિબિંબ પાડ્યું હતું અને યુવા સંશોધકો અને વિદ્યાર્થીઓને સામાજિક વિકાસ માટે સમર્પણ અને પ્રતિબદ્ધતા સાથે વિજ્ઞાનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. યુનિ.ને રિસર્ચમાં આગળ લાવવા નેશનલ સાયન્સ કોન્ફરન્સ શરૂ થઇ મ.સ.યુનિવર્સિટીને રીસર્ચ ક્ષેત્રે આગળ લાવવા માટે નેશનલ સાયન્સ કોન્ફરન્સની શરૂઆત કરવામાં આવી છે. ગત વર્ષે સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની જન્મજયંતિ નિમિત્તે આની શરૂઆત કરવામાં આવી હતી. દર વર્ષે દેશભરમાંથી ખ્યાતનામ વૈજ્ઞાનિકને આમંત્રિત કરીને રીસર્ચરોને આગળ વધારવા માટે પ્રોત્સાહીત કરવા માટે કોન્ફરન્સની શરૂઆત કરવામાં આવી છે. સાયન્સ કોન્ફરન્સમાં દેશભરના 550થી વધુ પ્રતિનિધિએ ભાગ લીધો સયાજીરાવ ગાયકવાડ મેમોરિયલ નેશનલ સાયન્સ કોન્ફરન્સમાં 550 થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો છે. જેમાં દેશભરની સંસ્થાઓના શિક્ષણવિદો, સંશોધકો અને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ પરિષદ વૈજ્ઞાનિક આદાનપ્રદાન અને આંતરશાખાકીય સંવાદ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે
    Click here to Read More
    Previous Article
    મોરિશિયસ ડે ઊજવાયો:આફ્રિકા ક્ષેત્રમાં વેપાર-રોકાણ માટે મોરિશિયસ મહત્ત્વપૂર્ણ પ્રવેશદ્વાર
    Next Article
    ઠગાઈનો મામલો આવ્યો સામે:મહિલા સહિત ત્રણે સોનાના કહી નકલી મણકા આપી 7 લાખ ઠગ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment