Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરિશિયસ ડે ઊજવાયો:આફ્રિકા ક્ષેત્રમાં વેપાર-રોકાણ માટે મોરિશિયસ મહત્ત્વપૂર્ણ પ્રવેશદ્વાર

    10 hours ago

    ઇન્ડિયન કોમન વેલ્થ ટ્રેડ કાઉન્સિલ-ગુજરાત દ્વારા આજે મોરિશિયસ ડે નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ભારત અને મોરિશિયસ વચ્ચે વેપાર, ઉદ્યોગ, રોકાણ અને સહકારના નવા અવસરો પર ચર્ચા કરવામાં આવી હતી. કાઉન્સિલે જાહેરાત કરી કે, નજીકના સમયમાં ગુજરાતના ઉદ્યોગકારો અને વ્યવસાયિકોનું વિશેષ બિઝનેસ ડેલિગેશન મોરિશિયસની મુલાકાત લેશે. જેનો મુખ્ય હેતુ બંને દેશો વચ્ચે વ્યાપારિક સંબંધ વધુ મજબૂત બનાવવા, રોકાણના અવસરો શોધવા અને એમએસએમઇ ક્ષેત્રમાં સહકાર વધારવાનો રહેશે. યુદ્ધના માહોલમાં મોરિશિયસ-આફ્રિકા રૂટ સરળ અને ઉપયોગી થશે. કાઉન્સિલના ચેરમેન વિરલ ચૌધરીએ કહ્યું કે, આવા કાર્યક્રમો અને બિઝનેસ ડેલિગેશન્સ દ્વારા બંને દેશોના ઉદ્યોગકારોને પરસ્પર સહકાર, ટેક્નોલોજી વિનિમય અને નવાં બજારોમાં પ્રવેશ માટે તક મળશે. ગુજરાતના પર્યટનને પણ પ્રોત્સાહન અપાશે ઇન્ડિયન કોમન વેલ્થ કાઉન્સિલ દ્વારા મોરિશિયસની આવનારી બિઝનેસ મુલાકાતમાં ગુજરાતના પર્યટનને પ્રોત્સાહન આપવા પહેલ થશે. મુલાકાતમાં મોરિશિયસના ઉદ્યોગકારો, પ્રવાસન ક્ષેત્રના પ્રતિનિધિ, રોકાણકારો સમક્ષ ગુજરાતનાં પર્યટન સ્થળો, સંસ્કૃતિ, હેરિટેજ, ધાર્મિક પર્યટન, ઇકો-ટુરિઝમના અવસર રજૂ કરાશે. ભારતની વસ્તી 35 દેશ જેટલી, MSMEનું વિશેષ મહત્ત્વ ભારતની વસ્તી 140 કરોડની છે, જે 35 દેશની વસ્તી સમાન છે. ભારત સોને કી ચીડિયા સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે ભારતના લઘુ અને ગૃહ ઉદ્યોગોને પગલે હતું. આજે પણ એટલું મહત્ત્વનું છે.
    Click here to Read More
    Previous Article
    ગંદા પાણીની ફરિયાદ ઉઠી:ફરામજી ચાલમાં ગંદું પાણી આવતાં 6 માસથી રહીશો કચરો ઠારી ઉપરનું પાણી પીવા મજબૂર
    Next Article
    નેશનલ સાયન્સ કોન્ફરન્સ યોજાઈ:આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરતાં માનવીય બુદ્ધિ ક્ષમતા વધુ પાવરફુલ છે: પ્રો.રંગરાજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment