Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાંસદાના નાની વાલઝર ગામે બનેલી ઘટના‎:આંબાવાડીમાં લગાવેલ ડ્રીપ ઇરીગેશનના પાઇપની ચોરી

    3 days ago

    વાંસદા તાલુકાના નાની વાલઝર ગામે આંબાવાડીમાંથી ચોરટાઓ ડ્રીપ ઇરીગેશન પાઈપની ચોરી કરી જતા વાંસદા પોલીસ મથકે વાડી માલિકે ફરિયાદ નોંધાવી હતી. વાંસદા તાલુકાના નાની વાલઝર ગામે તસ્કરોએ હવે ખેતીકામના સાધનોને નિશાન બનાવવાનું શરૂ કરતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. નાની વાલઝર પટેલવાડી વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ જયંતિલાલ પાટીદારની માલિકીની આંબાવાડીમાં સિંચાઈ માટે ડ્રીપ ઈરીગેશનની સુવિધા કરવામાં આવી હતી. ગત 9 માર્ચના રોજ રાત્રિ દરમિયાન ચોરટાઓએ આ વાડીમાં પ્રવેશી પાઈપની ચોરી કરી હતી. ચોરાયેલા આ પાઈપની અંદાજિત કિંમત રૂ. 6,000 જેટલી થાય છે. સવારે જ્યારે વાડી માલિક ખેતરે પહોંચ્યા ત્યારે પાઈપ ગાયબ હોવાનું જણાતા ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. આ મામલે પ્રવીણભાઈએ તાત્કાલિક વાંસદા પોલીસ મથકે તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા માટે આગળની તપાસ હાથ ધરી છે. ખેતરોમાંથી થતી આવી નાની-મોટી ચોરીઓને પગલે સ્થાનિક ખેડૂતોમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં પાઇપ લાઇનની ચોરીની ઘટના અવારનવાર બનતી રહે છે ત્યારે તંત્ર તે દિશામાં કામગીરી કરે તે જરૂરી જણાય છે.
    Click here to Read More
    Previous Article
    ધીમી કામગીરીથી લોકો હેરાન:વિજલપોર બ્રિજની ગોકળગાય ગતિએ ચાલતી‎કામગીરીથી 40 ડિગ્રી ગરમીમાં શેકાતી જનતા‎
    Next Article
    ધૂળ અને ખાડાથી વાહનચાલકો પરેશાન:નવસારીમાં નવી લાઇન તો નંખાઈ, પણ રોડ બનાવવાનું મુહૂર્ત ક્યારે?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment