Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધૂળ અને ખાડાથી વાહનચાલકો પરેશાન:નવસારીમાં નવી લાઇન તો નંખાઈ, પણ રોડ બનાવવાનું મુહૂર્ત ક્યારે?

    3 days ago

    નવસારી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નવી લાઇન નાખવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ આ કામગીરી હવે સ્થાનિકો માટે આશીર્વાદને બદલે શ્રાપ સાબિત થઈ રહી છે. તંત્ર દ્વારા લાઇન નાખવા માટે માર્ગો તો ખોદી નાખવામાં આવ્યા છે, પરંતુ કામ પૂરું થયા બાદ તેને યોગ્ય રીતે પૂર્વવત કરવામાં ન આવતા શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. શહેરના અતિ વ્યસ્ત એવા વિરાવળથી ટાટા બોયઝ સ્કૂલ અને વિજલપોરના શિવાજી ચોકથી સરદાર ચોક સુધીના વિસ્તારોમાં સ્થિતિ અત્યંત ગંભીર છે. ખોદકામ બાદ માર્ગો પર પડેલી માટીને કારણે સતત ધૂળની ડમરીઓ ઊડે છે, જેનાથી વાહનચાલકોની દ્રશ્યતા ઘટે છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. અનેક જગ્યાએ કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં દિવસો સુધી રસ્તા બનાવવામાં આવતા નથી. કેટલીક જગ્યાએ કામની ગતિ એટલી ધીમી છે કે મુખ્ય માર્ગો લાંબા સમયથી બંધ જેવા છે. સૌથી વધુ અવર-જવર ધરાવતા વિસ્તારોમાં પણ રિપેરીંગની કામગીરીમાં ભારે વિલંબ થઈ રહ્યો છે. શહેરમાં ઠેર-ઠેર ખોદાયેલા ખાડાઓ અને અધૂરા રસ્તાઓને કારણે વાહનચાલકો અકસ્માતનો ભય અનુભવી રહ્યા છે. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? તેવો પ્રશ્ન અત્યારે નવસારીના જાગૃત નાગરિકો ઉઠાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    વાંસદાના નાની વાલઝર ગામે બનેલી ઘટના‎:આંબાવાડીમાં લગાવેલ ડ્રીપ ઇરીગેશનના પાઇપની ચોરી
    Next Article
    વલસાડ પાલિકા પ્રમુખ સામે વિરોધી જૂથનો બળવો:સભામાં સભ્યોનો આક્રોશ‘ લોકો પુછે છે કચરો લેવા કોઇ આવતું નથી, અમે શું જવાબ આપીએ ’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment