Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ પાલિકા પ્રમુખ સામે વિરોધી જૂથનો બળવો:સભામાં સભ્યોનો આક્રોશ‘ લોકો પુછે છે કચરો લેવા કોઇ આવતું નથી, અમે શું જવાબ આપીએ ’

    3 days ago

    ફુલ મેજોરિટી ધરાવતી ભાજપ શાસિત વલસાડ પાલિકામાં બે ત્રણ જૂથ પડી જતાં છાશવારે ટકરાવની સ્થિતિ સામે આવી રહી છે.હાલમાં પ્રમુખ સામે કેટલાક સભ્યોનો ભારે વિરોધ છે. ગુરૂવારે બજેટ માટે પ્રમુખે બોલાવેલી ખાસ સામાન્ય સભામાં વિરોધી જૂથના ભાજપી સભ્યોનો ઉગ્ર રીતે ખુલ્લો બળવો બહાર આવ્યો હતો. ડોર ટુ ડોર કામગીરી માટે નિમણૂંક થયેલી નવી એજન્સીએ 8 દિવસ પહેલા ચાર્જ લીધાં છતાં સફાઇની કામગીરી ઠેકાણે નહિ પડવાનો મુદ્દો ઉઠાવી પ્રમુખ માલતી ટંડેલને પ્રશ્નો ઉઠાવી તેમના વિરોધીજૂથના સભ્યોએ મોરચો માડ્યો હતો. કામો ન થાય તો લોકોને શું જવાબ આપવા તે સવાલ પ્રમુખ સામે ઉઠાવ્યો હતો. પ્રમુખ મોડા પડતાં બજેટની સભાના સંચાલન માટે એક સભ્યએ અગાઉ પ્રમુખપદના દાવેદાર રહી ચૂકેલા મહિલા સભ્ય જેસ્ટિકા પટેલની અધ્યક્ષ તરીકે નામ જાહેર કરી દેતાં ઘણાં સભ્યોએ સમર્થન આપ્યું હતું. સભામાં શહેરના વોર્ડમાંથી કચરો ઉઠાવવા માટેની ડોર ટુ ડોર કામગીરી કેમ થતી નથી અને વોર્ડ નં.2માં રસ્તા સહિતના કામો કેમ થતાં નથી તેવા પ્રશ્નો નિતેશવશી, જ્યોત્સાના રાઠોડ, ઉર્વશી પટેલ,સોનલ પટેલ, હિતેશ પટેલ વિગેરે સભ્યોએ ઉઠાવી સફાઇ એજન્સીને તાત્કાલિક બ્લેક લિસ્ટ કરવા પ્રમુખ અને સીઓ પર પસ્તાળ પાડી હતી. જો કે સીઓએ સભ્યોને જવાબો આપી સમજ આપી હતી. સફાઇના મુદ્દે સભા ગરમાઇ હતી. પાલિકાનું 1974થી નહેરના પાણીના બિલનું દેવું પાલિકાની સામાન્ય સભામાં પાણીની સુવિધાની ચર્ચામાં અમિત દેસાઇએ પ્રમુખને સવાલ કર્યો હતો કે,પાલિકાનું પાણીનું દેવું કેટલું છે. તેનો જવાબ આપતાં કાર્તિક દેસાઇએ જણાવ્યું કે,1974થી આ બિલની બાકી રકમનું બિલ બાકી ચાલતું આવેલું છે.જેમાં વ્યાજની રકમ દર માસે ઉમેરાતી આવી હતી.જેના કારણે મોટાભાગની રકમ ચઢતા રહેતાં ચક્રવર્તી વ્યાજનું ભારણ છે.વર્ષોથી નહેર વિભાગના પાણીના બિલ પાલિકા ભરવા સક્ષમ નથી તેવું સામે આવી રહ્યું છે.સી્ઓએ કહ્યું કે,આ મામલો સરકારની નિતી વિષયક બાબતનો છે. સફાઇનો મુદ્દો ગાજ્યો સભામાં નિતેશ વશીએ સફાઇ એજન્સીને બ્લેક લિસ્ટ કરવાની માગ સાથે મુદ્દો ઉઠાવી પ્રમુખને સવાલોના ઘેરામાં મૂકી દીધાં હતા. શહેરમાં નવી એજન્સી આવી પરંતું કચરાના ઢગલાં ઘણી્ જગ્યાએ જોવા મળી રહ્યા છે.તેની પાસે વાહનોની સુવિધા નથી, અગાઉ જે સફાઇની કામગીરી વાર્ષિક રૂ.1.70 કરોડમાં થતી હતી પરંતુ નવી એજન્સીને ડબલ પૈસા આપી 4.50 કરોડના ટેન્ડરથી કામગીરી સોંપવામાંઆવી છે પ્રમુખના પ્રશ્નને COનો‎ જવાબ નથી માગ્યો‎ વલસાડ પાલિકાની સભામાં નવી એજન્સી પાસે‎સફાઇના વાહનો કેટલા સાધનો છે પ્રમુખને પ્રશ્ન‎કર્યો હતો ત્યારે સીઓને વચ્ચે પડી તેનો જવાબ‎આપવા જતાં સભ્ય નિતેશ વશીએ કહ્યું કે, સીઓ‎નહિ, મારો પ્રશ્ન પ્રમુખને છે,પ્રમુખ જવાબ‎આપે.વશી દ્વારા એજન્સીને બ્લેક લિસ્ટ કરવા મુદ્દે‎છેવટે સીઓએ જવાબ આપ્યો હતો.‎
    Click here to Read More
    Previous Article
    ધૂળ અને ખાડાથી વાહનચાલકો પરેશાન:નવસારીમાં નવી લાઇન તો નંખાઈ, પણ રોડ બનાવવાનું મુહૂર્ત ક્યારે?
    Next Article
    રાષ્ટ્રિય સ્તરે ઝળહળતી સિદ્ધિ:વલસાડની શિક્ષિકા મેઘાપાંડેએ રાષ્ટ્રીય પાવર લિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment