Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાષ્ટ્રિય સ્તરે ઝળહળતી સિદ્ધિ:વલસાડની શિક્ષિકા મેઘાપાંડેએ રાષ્ટ્રીય પાવર લિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો

    3 days ago

    વલસાડની દીકરી અને પારડીની સાંઢપોર પ્રાથમિક શાળાની શિક્ષિકા મેઘા પાંડેએ ચંડીગઢ ખાતે યોજાયેલી અખિલ ભારતીય મુલ્કી પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. મહિલા દિવસની આનાથી શ્રેષ્ઠ ઉજવણી બીજી કઈ હોઈ શકે? ગુજરાત રાજ્ય સેક્રેટરિયેટ વતી પ્રતિનિધિત્વ કરતા તેમણે આ રાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે. આ સફળતા પાછળ તેમની કઠોર મહેનત, શિસ્તબદ્ધ આહારશૈલી અને વલસાડના ટ્રેનર રોન આલ્મેડાનું વૈજ્ઞાનિક માર્ગદર્શન રહેલું છે. મેઘા પાંડેની આ સફરમાં તેમના પતિ પ્રજ્ઞેશ પાંડે મજબૂત આધારસ્તંભ બનીને સાથે રહ્યા છે. ઘર અને બાળકોની જવાબદારીઓ વચ્ચે પણ પતિ-પત્નીના સુંદર તાલમેલથી તેમણે સમાજ સામે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વલસાડની પારડી સાંઢપોર શાળાના મુખ્ય શિક્ષક કિર્તેશભાઈ ગોહિલ અને સમગ્ર શિક્ષકગણે તેમને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ શુભેચ્છાઓ પાઠવી છે. સાંઢપોર પ્રાથમિક શાળાની શિક્ષિકા મેઘા પાંડેની આ સફળતા સાબિત કરે છે કે જો મક્કમ નિર્ધાર હોય તો ઉંમરના કોઈપણ તબક્કે સપના સાકાર કરી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડ પાલિકા પ્રમુખ સામે વિરોધી જૂથનો બળવો:સભામાં સભ્યોનો આક્રોશ‘ લોકો પુછે છે કચરો લેવા કોઇ આવતું નથી, અમે શું જવાબ આપીએ ’
    Next Article
    ટેમ્પો પલટતા સર્જાયો અકસ્માત:દમણમાં ઓવરલોડ ટેમ્પો પલટતા પોલીસ હેડક્વાર્ટરની દીવાલ તૂટી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment